Home /News /national-international /FIFA 2022 FINAL: JIO CINEMA એ રચ્યો ઇતિહાસ! ક્રિકેટપ્રેમી ભારતમાં અધધ 32 મિલિયન લોકોએ જોઈ મેચ

FIFA 2022 FINAL: JIO CINEMA એ રચ્યો ઇતિહાસ! ક્રિકેટપ્રેમી ભારતમાં અધધ 32 મિલિયન લોકોએ જોઈ મેચ

જીઓ સિનેમાએ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગમાં રચ્યો ઇતિહાસ

JIO CINEMA FIFA WORLDCUP STREAMING: વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટ બાબતે ભારતમાં ડિજિટલ વ્યૂઅરશિપ પ્રથમ વખત ટીવીથી આગળ નીકળી ગઈ છે. ભારતમાં જિયો સિનેમા થકી 32 મિલિયન દર્શકોએ ફાઇનલ મેચની મજા માણી હતી.

FIFA World cup 2022: કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 પૂરો થઈ ગયો છે. આર્જેન્ટિનાએ 1986 પછી પ્રથમ વખત ફિફા (FIFA) વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. આ સાથે જ જિયો સિનેમા (Jio Cinema)એ નવો માર્ગ કંડાર્યો છે. તેના પાછળ સૌથી મોટું કારણ ડિજિટલ વ્યૂઅરશિપ છે. વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટ બાબતે ભારતમાં ડિજિટલ વ્યૂઅરશિપ પ્રથમ વખત ટીવીથી આગળ નીકળી ગઈ છે. ભારતમાં જિયો સિનેમા થકી 32 મિલિયન દર્શકોએ ફાઇનલ મેચની મજા માણી હતી. જે અભૂતપૂર્વ ગણી શકાય.

110 મિલિયનથી વધુ દર્શકોએ ડિજિટલ કન્ટેન્ટ જોયું હતું. જેના કારણે ભારત ફિફા (FIFA) વર્લ્ડ કપ માટે સૌથી વધુ ડિજિટલ વ્યૂઅરશિપ માર્કેટ્સ પૈકીનું એક બની ગયું છે. દિલધડક સ્પર્ધા અને ધમાકેદાર અપસેટના કારણે કતારના ફિફા વર્લ્ડ કપ 2022 પર ભારતનું ધ્યાન ખેંચાયું હતું અને Sports18 તથા જિયો સિનેમા પર 40 અબજ મિનિટ જેટલો તોતિંગ વોચ ટાઇમ મળ્યો હતો. પરિણામે જિયો સિનેમા સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન iOS અને એન્ડ્રોઇડ પર ડાઉનલોડ થયેલી ફ્રી એપ્લિકેશનમાં નંબર 1 રહી હતી.

ભારતમાં સ્માર્ટફોન અને કનેક્ટેડ ટીવી પર એક્શન જોવા માટે ગ્રાહકોનો સતત વધી રહેલો આગ્રહ એપ્લિકેશનની લોકપ્રિયતાનું કારણ છે. જિયો સિનેમાએ ક્યારેય ન જોયેલા હાઇપ મોડ સાથે દર્શકોના લાઇવ અનુભવમાં વધારો કર્યો હતો. જિયો સિનેમાએ લાઇવ મેચ દરમિયાન ચાહકોને તેમની આંગળીના ટેરવે અનોખી ઓફર્સ આપીને સશક્ત બનાવ્યા હતા. ગ્રાહકો અવિસ્મરણીય ક્ષણને ફરી માણી શકે તે માટે મેચનો મલ્ટિ-કેમ વ્યૂ, રીઅલ-ટાઇમમાં ટ્રિવિયા અને નંબર્સ, તેમજ ટાઇમ વ્હીલનો જેવી સુવિધાઓ અપાઈ હતી.

ઈવેન્ટની તોતિંગ ડિજિટલ વ્યૂઅરશિપને Jio STB, Apple TV, Amazon Firestick, Sony, Samsung, LG, અને Xiaomi જેવા અનેક OEM અને CTV પ્લેટફોર્મ પર વ્યાપક ઉપલબ્ધતા દ્વારા ટેકો મળ્યો હતો. CTVના દર્શકોએ જિઓ સિનેમા દ્વારા પહેલીવાર UHD 4Kમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ જોઈ હતી.

Viacom18 Sportsના CEO અનિલ જયરાજે જણાવ્યું હતું કે, "અમે ગ્રાહકોને FIFA વર્લ્ડ કપ કતાર 2022ની વર્લ્ડ-ક્લાસ પ્રેઝન્ટેશનની સરળ ઍક્સેસ આપવાનું વચન આપ્યું હતું અને તેના પગલે ટૂર્નામેન્ટ ડિજિટલ પર સૌથી વધુ જોવાયેલી વૈશ્વિક સ્પોર્ટ્સ ઇવેન્ટ બની હતી, જેમાં ભારતે ભાગ લીધો ન હતો."

તેમણે ઉમેર્યું કે, આ ડિજિટલની શક્તિ અને દર્શકો તેમજ ચાહકોએ તેમની મનપસંદ ઇવેન્ટ્સ જોવા કરેલી પસંદગી દર્શાવે છે, જેમાં હવે પેરિસ સેન્ટ-જર્મેઇનના ખેલાડી અને ફિફા વર્લ્ડ કપના ગોલ્ડન બૂટ વિજેતા કિલિયન એમબાપે તેમજ ફિફા વર્લ્ડ કપ અને ગોલ્ડન બોલ વિજેતા લિયોનેલ મેસ્સીને Ligue1માં રમતા પણ જોઈ શકાશે.

ચાહકોને Sports18 અને જિયો સિનેમા પર વિશ્વ કક્ષાના સ્ટુડિયોનો અનુભવ થયો હતો. આ સાથે વર્લ્ડ કપના ધુરંધરો વેઇન રૂની, લુઇસ ફિગો, રોબર્ટ પીરેસ, ગિલ્બર્ટો સિલ્વા અને સોલ કેમ્પબેલનો જાદુ પણ ચાલ્યો હતો.

આ પણ વાંચો: જિયો સિનેમાએ દર્શકોનો લાઈવ અનુભવને વધાર્યો, વર્લ્ડ કપમાં ફ્રી ડાઉનલોડ એપ્સમાં Jio સિનેમા નવી મિસા

આ પણ વાંચો: FIFA 2022: ભારતમાં ફૂટબોલનો ક્રેઝ નવી સીમાએ, Jio Cinema પર કરોડો લોકોએ જોઈ ફાઇનલ, ક્રિકેટ મેચથી વધારે દર્શકો

ફક્ત ચાહકોએ જ નહીં, જિયો સિનેમા અને Sports18 પર વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ સાથે ભાગીદારી કરનારા બ્રાન્ડ્સે પણ અભૂતપૂર્વ અનુભવ કર્યો હતો. ઈ-કોમર્સ, બેન્કિંગ, નાણાંકીય સેવાઓ, ઓટો, ફેશન, હોસ્પિટાલિટી અને ફિનટેકની 50થી વધુ બ્રાન્ડ્સે તેમના પ્રેક્ષકો સુધી પહોંચવા માટે બેમિસાલ ક્ષમતાનો લાભ લીધો છે.લેટેસ્ટ અપડેટ્સ, સ્કોર્સ અને વિડીયો માટે ફેન્સ Sports18ને Facebook, Instagram, Twitter અને YouTube પર તેમજ JioCinemaને Facebook, Instagram, Twitter અને YouTube પર ફોલો કરી શકે છે.
First published:

Tags: FIFA 2022, Football World Cup, Jio