JIOએ સરકારનાં આદેશ બાદ પોર્ન વેબસાઇટો બંધ કરી દીધી

પ્રતિકાત્મક તસવીર

ઉત્તરાખંડ હાઇકોર્ટનાં આદેશ બાદ સરકારે પોર્ન વેબસાઇટો બ્લોક કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

  • Share this:
    કેન્દ્ર સરકારનાં આદેશ બાદ રિલાયન્સ જિયો (JIO) નેટવર્કે ઘણી બધી પોર્ન વેબસાઇટ બંધ કરી દીધી છે. પોતાના નેટવર્ક પર બ્લોક કરી દીધી છે.
    ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનાં આદેશે બાદ રિલાયન્સ જિયો દ્વારા આ એડલ્ટ પોર્ન વેબસાઇટો બ્લોક કરવામાં આવી છે.

    બે દિવસ પહેલા જિયો નેટવર્કનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે તેઓ તેમના નેટવર્ક પર પોર્ન વેબસાઇટ ખોલી શકતા નથી.

    આ પહેલા, કેન્દ્ર સરકારે ઇન્ટરનેટ સર્વિસ પુરી પાડતી કંપનીઓને આદેશ આપ્યો છે કે, તેઓ 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરે. ઉત્તરાખંડ હાઇકોર્ટનાં આદેશ બાદ કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યા છે.

    ઉત્તરાખંડ હાઇકોર્ટે 857 પોર્ન વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, ઇલેક્ટ્રોનિક એન્ડ આઇટી મંત્રાલયને 30 વેબસાઇટમાં કોઇ વાંધાજનક મળ્યું નહોતું. આથી આ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરવા સૂચના આપી છે. આ તમામ વેબ પોર્ટલનાં હાઇકોર્ટનાં ઓર્ડરમાં નામ આપેલા હતા.

    આ મામલે જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને આદેશ આપવામાં આવે છે કે, 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરી દેવી. આ મામલે નામદાર ઉત્તરાખંડ હાઇકોર્ટનો આદેશ છે અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.

    ઉત્તરાખંડ હાઇકોર્ટે સપ્ટેમ્બર 27, 2018નાં રોજ આ અંગે આદેશ આપ્યો હતો અને કેન્દ્ર સરકારનાં મંત્રાલયને આ આદેશ ઓક્ટોબર 8નાં રોજ મળ્યો હતો.
    Published by:Vijaysinh Parmar
    First published: