દર્દનાક અકસ્માત : એક બાઈક પર ચાર લોકોની મોતની સવારી, ટ્રકની ટક્કરે 4એ યુવકોના મોત

બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાર યુવાનોના મોત

ચારે યુવાન એક જ બાઈક પર સવાર થઈ કામ માટે નીકળ્યા હતા, ટ્રકની ટક્કરે ચારે યુવાનના સ્થળ પર જ મોત થયા છે.

 • Share this:
  જીંદ : હરિયાણાના જીંદ જિલ્લામાં એક દુ:ખદાયક માર્ગ અકસ્માત (Road Accident)માં બાઇક સવાર 4 યુવાનોનાં મોત (4 Youth Died) થયા છે. ચારેય યુવકો એક જ બાઇક પર સવાર હતા. આ અકસ્માત જિલ્લાના સફિદોનમાં થયો હતો, જ્યાં એક ટ્રક બાઇકને ટકરાઈ હતી. મૃત્યુ પામેલા બે યુવાનો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને એક શામલી જિલ્લાનો છે. ચોથો યુવક જીંદના ખેડા ખેમાવતી ગામનો હતો. ચારેય યુવકો વેલ્ડીંગનું કામ કરતા હતા અને સવારે કામ માટે નીકળી ગયા હતા. સફિદો પોલીસક કાર્યવાહીમાં લાગી ગયું છે.

  પોલીસને મળેલી માહિતી અનુસાર, આ અકસ્માત સવારે 8:45 વાગ્યે સફિદોનના જીંદ રોડ પરની રાજકીય મહાવિદ્યાલય પાસે બન્યો હતો. જ્યાં ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બાઇક પર સવાર ચાર યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પીલુખેડાના મલ્લાર ગામના કોન્ટ્રાક્ટર સુનિલ પંચાલના ત્યાં ચારેય યુવકો વેલ્ડીંગ અને લોખંડનું કામ કરતા હતા.

  આ પણ વાંચોડાંગ : સાપુતારા માર્ગ પર અકસ્માત, પત્નીની નજર સામે પતિનું મોત, કરૂણ દ્રશ્ય સર્જાયા

  3 યુવકો યુપીના હતા

  મૃતકોની ઓળખ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ખરાડ ગામનો રહેવાસી, 18 વર્ષીય શુભમ, મુઝફ્ફરનગર જિલ્લાના જ નિરમાના ગામનો 19 વર્ષિય સુમિત, શામલી જિલ્લાના મટલાવાલી ગામનો રહેવાસી 21 વર્ષિય મનીષ અને સફિદોના ગામ ખેમાવતીનો 37 વર્ષિય અશોક છે. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

  આ પણ વાંચોરાજકોટ : ભ્રષ્ટાચારના ખાડાઓથી પ્રજા પરેશાન! Video - પહેલા બાઈક ચાલક, પછી છકડાવાળો થયો ઊંધા ભોડે

  ટ્રક ચાલક વિરુદ્ધ કેસ નોંધ્યો

  પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. મૃતકોના ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજોના આધારે તેઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સફિદોન પોલીસ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં વ્યસ્ત છે. પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
  Published by:kiran mehta
  First published: