Home /News /national-international /આવા આક્ષેપ કરવા એ તોગડિયાનો સ્વભાવ છે : જિલાની

આવા આક્ષેપ કરવા એ તોગડિયાનો સ્વભાવ છે : જિલાની

નવી દિલ્હીઃ મુસ્લિમ આબાદીને લઇને વિશ્વ હિન્દૂ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાના નિવેદન પર બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાનીએ કડક વિરોધ નોંધાવ્યો છે.

નવી દિલ્હીઃ મુસ્લિમ આબાદીને લઇને વિશ્વ હિન્દૂ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાના નિવેદન પર બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાનીએ કડક વિરોધ નોંધાવ્યો છે.

નવી દિલ્હીઃ મુસ્લિમ વસ્તીને લઇને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાના નિવેદન પર બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાનીએ કડક વિરોધ નોંધાવ્યો છે. જિલાનીએ કહ્યું કે, પ્રવિણ તોગડીયા આ પ્રકારના આક્ષેપ કરવાની ટેવ છે, પરંતુ દેશના મુસલમાન ક્યારે આક્રમણ કરવાના ઇરાદાથી નથી આવ્યા.

જિલાનીએ કહ્યું કે, જ્યાં સુધી જનસંખ્યાની વાત છે, આ આંકડાઓને તોડી-મરોડીને જોવામાં આવી રહ્યાં છે. કેટલાય હિન્દૂઓની બે પત્નીઓ છે, તે પણ જોવામાં આવે. યુનિફોર્મ સિવિલ કોડ કોઇપણ વિષયનો ઉકેલ નથી. આ દેશમાં આવુ ક્યારે થઇ ન શકે.

જિલાનીએ કહ્યું કે, ફરજીયાત ફેમીલી પ્લાનિંગ કરાવનાર સરકારને આ દેશના લોકોએ તેની સજા આપી હતી. હિન્દૂ નેતા 4-5 બાળકો પૈદા કરવાની વાત કરી રહ્યાં છે. તેમની ઉપર અંકુશ લગાવો જોઇએ. આ સંઘનું રચાયેલુ ષડયંત્ર છે. તેઓ મોદીનો ચહેરો સામે લાવવા નથી માંગતા, તેમના મોંએથી કશું નિકળતું નથી. પરંતુ આ લોકો સતત આ પ્રકારની વાત કરીને આને મુદ્દો બનાવી રાખવા માંગે છે.
First published:

Tags: આક્ષેપ, નરેન્દ્ર મોદી, નેતા, પોલીસ`, પ્રવિણ તોગડીયા, મુસ્લિમ, રાજકારણ, વિરોધ, વિવાદ, વિશ્વ હિન્દુ પરિષદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन