Home /News /national-international /

મેવાણીનો પીએમ પર કટાક્ષ- આંબેડકરના ભક્ત કોરેગાંવ હિસા પર કેમ ચૂપ?

મેવાણીનો પીએમ પર કટાક્ષ- આંબેડકરના ભક્ત કોરેગાંવ હિસા પર કેમ ચૂપ?

દલિત નેતા અને ગુજરાતના વડગામથી ધારાસભ્ય ચૂંટાયેલા જિગ્નેશ મેવાણીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન બીજેપી કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર કેટલાક શાબ્દિક હુમલાઓ કર્યા હતા. મેવાણીએ કહ્યું કે, પોતાને બાબા સાહેબ આંબેડકરના ભક્ત બતાવનાર પીએમ મોદી ભીમા કોરેગાંવ હિંસા બાબતે ચુપ કેમ છે.

મેવાણીએ કહ્યું કે, મારા વિરૂદ્ધ કેસ નોંધાવવો સરકારની હાસ્યાસ્પદ હરકત છે. તેમને કહ્યું કે, ભીમા કોરેગાંવ હું ગયો જ નથી અને મે કોઈ ભડકાઉ ભાષણ પણ આપ્યું નથી, તમે મારી સ્પિચ સોશિયલ મીડિયા પર જઈને સાંભળી શકો છો. તે ઉપરાંત જે બંધનો એલાન આપાવમાં આવ્યો હતો તેમાં પણ મે ભાગ લીધો નહતો. મેવાણીએ કહ્યું કે, સંઘ પરિવાર અને બીજેપીના લોકોનો ગુજરાતમાં 150 સીટો લાવવાનો ઘમંડ હતો, જે 99 પર આવીને રોકાઈ ગયો જેના કારણે મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, રોહિત વેમૂલાની હત્યા, સહારનપુર ઘટના અને ઉનાની ઘટના પર પીએમ મોદી જી ચૂપ રહે છે. સમય આવી ગયો છે કે, કેન્દ્ર સરકાર પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરે. મેવાણીએ કહ્યું કે, જો આવું ચાલું રહેશે તો 2019માં મોદી જીને મજા ચખાડીશું. 9 જાન્યુઆરીએ દિલ્હીમાં સામાજિક ન્યાય માટે યુવા હુંકાર રેલી યોજશે. આ રેલીમાં અખિલ ગોગોઈ પણ સામેલ રહેશે. આ રેલીમાં મેવાણી વડાપ્રધાન કાર્યાલય જશે અને એક હાથમાં સંવિધાન અને એક હાથમાં મનુસ્મૃતિ લઈને મોદી જીને પૂછશે કે તમે બંનેમાંથી કઈ વસ્તુ પસંદ કરશો.
First published:

Tags: Bhima koregaon violence, Jignesh Mewani, Pm narendr modi

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन