દિલ્હીઃ સંસદ માર્ગે ખાતે પોલીસનો ખડકલો, મેવાણીને રેલીની મંજૂરી નહીં

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 9, 2018, 11:14 AM IST
દિલ્હીઃ સંસદ માર્ગે ખાતે પોલીસનો ખડકલો, મેવાણીને રેલીની મંજૂરી નહીં
જિગ્નેશ મેવાણી- ફાઈલ તસવીર

એવું કહેવામાં આવી રહ્યું છે કે આંબેડકર પાર્કમાં રેલી બાદ જિગ્નેશ અને તેના સમર્થકો પાર્લિયામેન્ટ સ્ટ્રીટ તરફ આગળ વધશે.

  • Share this:
નવી દિલ્હીઃ ગુજરાતના નવા ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આજની (9મી જાન્યુઆરી) 'યુવા હુંકાર રેલી'ને લઈને વિવાદ વધી રહ્યો છે. દિલ્હી પોલીસે પાર્લિયામેન્ટ સ્ટ્રીટ ખાતે જિગ્નેશને રેલીની મંજૂરી આપી નથી. મેવાણીએ હવે રેલીનું સ્થળ બદલી નાખ્યું છે. હવે પૂર્વ દિલ્હીની ગીતા કોલોનીથી આંબેડકર પાર્કમાં રેલી યોજાશે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સંસદ માર્ગ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી કરી દીધી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આંબેડકર પાર્કમાં રેલી બાદ જિગ્નેશ અને તેના સમર્થકો પાર્લિયામેન્ટ સ્ટ્રીટ તરફ આગળ વધશે. જિગ્નેશની રેલીમાં શામેલ થવા માટે યુપી, બિહાર અને ગુજરાતમાંથી તેના અસંખ્ય સમર્થકો દિલ્હી પહોંચી ગયા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની ભીમ આર્મીના સભ્યો પણ રેલીમાં જોડાઈ શકે છે. તમામ વાતોને જોતા દિલ્હીમાં પાર્લિયામેન્ટ સ્ટ્રીટ ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે.

સોમવારે રાત્રે ડીસીપીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'જિગ્નેશને દિલ્હીની પાર્લિયામેન્ટ સ્ટ્રીટ ખાતે રેલી કરવાની મંજૂરી આપવામાં નથી આવી. એનજીટીના આદેશને ધ્યાનમાં રાખીને હાલ સુધી પાર્લિયામેન્ટ સ્ટ્રીટ ખાતે પ્રદર્શનને દિલ્હી પોલીસ તરફથી મંજૂરી આપવામાં નથી આવી.'

ડીસીપીએ ટ્વિટમાં એવું પણ લખ્યું છે કે, પ્રદર્શનના આયોજકોને કોઈ અન્ય જગ્યા પસંદ કરવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ તેમણે આ પ્રસ્તાવને માનવાનો ઇન્કાર કરી દીધો છે.

'સામાજિક ન્યાય' અથવા 'યુવા હુંકાર રેલી'ને દલિત નેતા જિગ્નેશ મેવાણી અને આસામના ખેડૂત નેતા અખિલ ગોગોઈ સંબંધોન કરશે. એક નિવેદનમાં આયોજકોએ 9 જાન્યુઆરીના રોજ સમર્થકોને સંસદ માર્ગ ખાતે 12 વાગ્યે એકઠા થવાની અપીલ કરી હતી.
First published: January 9, 2018, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading