Union
Budget 2023

Highlights

Home /News /national-international /જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થશે, 28 સપ્ટેમ્બરે થશે જાહેરાત- સૂત્ર

જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થશે, 28 સપ્ટેમ્બરે થશે જાહેરાત- સૂત્ર

જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થશે (ફાઇલ ફોટો)

Assembly Election 2022 : રાજનીતિક ગલિયારોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે કે કન્હૈયા કુમારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે

  નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ, ગુજરાત (Gujarat)અને પંજાબ જેવા મહત્વના રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022) પહેલા રાજનીતિક હલચલ તેજ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે CPI નેતા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર(Kanhaiya Kumar) અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) કોંગ્રેસમાં (Congress )સામેલ થઇ શકે છે. સમાચાર એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે બંને નેતા કોંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત 28 સપ્ટેમ્બરે કરી શકે છે.

  આ મહિને રાજનીતિક ગલિયારોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે કે કન્હૈયા કુમારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. એ પણ કહેવામાં આવ્યું છે કે એક નહીં પણ બે વખત તેની રાહુલ સાથે મુલાકાત થઇ છે. કન્હૈયા કુમારે રાહુલ ગાંધી સાથે કોઇપણ મુલાકાતની વાત ફગાવી છે. જોકે મીડિયા રિપોર્ટ્સમાં ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો છે કે આ બંને બેઠકોમાં પ્રશાંત કિશોર પણ ઉપસ્થિત હતો.

  આ પણ વાંચો - વડાપ્રધાન મોદીના ખાસ વિમાન ઇન્ડિયા વનમાં છે આટલી ખાસિયતો, સુરક્ષા અને સુવિધાથી છે ભરપૂર

  બિહારમાં કોંગ્રેસના તારણહાર બનશે કન્હૈયા?

  કન્હૈયા કુમારનો 2019ની લોકસભા ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. તે ભાકપા તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. ભાજપાના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહે તેને મોટા અંતરથી હરાવ્યો હતો. રાજનીતિક પંડિતોનું માનવું છે કે જો તે કોંગ્રેસનો હાથ પકડશે તો તેની રાજનીતિક ઇનિંગ્સની નવી શરૂઆત થશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ કન્હૈયા કુમારના સહારે બિહારમાં પોતાની ખોવાયેલી પકડને મજબૂત કરવા માંગે છે.
  " isDesktop="true" id="1136347" >

  શું જિગ્નેશ મેવાણીના આવવાથી કોંગ્રેસને થશે ફાયદો?

  બીજી તરફ જિગ્નેશ મેવાણી ગુજરાતના અપક્ષ ધારાસભ્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જિગ્નેશને લઇને દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે વાતચીત કરી છે. ગત દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા પછી મેવાણીએ ટિપ્પણી કરી હતી. કહ્યું હતું કે આ રાજીનામું નિશ્ચિત રુપથી 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ચૂંટણી અંકગણિતને તૈયાર કરવાના ઉદ્દેશથી આવી છે. તમને જણાવી દઈએ કે આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવા તૈયારીમાં છે. ગત વખતે ઘણા ઓછા અંતરથી બીજેપી સામે પરાજય થયો હતો.

  આ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ જાહેર જીવનમાં સારું કામ કરતા હોય અને સરકારની ખોટી નીતિ સામે લડત આપતા હોય તે તમામ લોકોનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત છે. જિગ્નેશ ભાઇ તો કોંગ્રેસના સમર્થિત જ ધારાસભ્ય છે તેથી તેમનું તો સ્વાગત હોય જ.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Assembly Election 2022, Jignesh Mevani, કન્હૈયા કુમાર, કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन