કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આયોજિત મહારેલીમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ સામેલ થયા. સભાને સંબોધિત કરતાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, ભારત ઇમરજન્સી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ભાજપ અને આરએસએસને રોકવા માટે 2019 ઘણું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હું તમામ ક્ષેત્રીય પાર્ટીઓને એક મંચર પર લાવવા માટે મમતાજીનો આભાર માનું છું.
મેવાણીએ વધુમાં કહ્યું કે, આપણે સૌ ભેગા થઈને એક એવા દેશનું નિર્માણ કરીશું તો ખેડૂતોના આત્મહત્યાની ઘટનાઓ બંધ થશે. બેકાર યુવાનોને રોજગાર મળે. અછૂતપ્રથા અને માથેમેલું ઉપાડવાની પ્રથાને પણ મૂળમાંથી ઉખાડી શકાશે.
આ પણ વાંચો,
ભાજપ વિરોધી રેલીમાં હાર્દિકનો હુંકાર: 'નેતાજી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે'
આ ઉપરાંત મેવાણીએ કહ્યું કે, ભીમા-કોરેગાંવ જેવા કિસ્સામાં દલિત અને અનેક પ્રગતિશીલ સાથીઓને નક્સલ કહીને મોદીજીની સરકારે જેલમાં નાખી દીધા છે. તે તમામ સાથીઓની મુક્તિ થાય. આપણું બંધારણ પૂરી સ્પીરીટમાં લાગુ થાય. અને આપણો દેશ સાચી રીતે સેક્યુલર, સોશ્યીયાલીસ્ટ, ડેમોક્રેસી બને તેવી આશા વ્યક્ત કરું છું.