જોધપુરઃ મારામારીનો Live video! સિક્યુરિટી કાર્ડે ભાડુઆત યુવતીને થપ્પડ માર્યા બાદ ચપ્પલ વડે મારી

વીડિયો પરથી તસવીર

Jhodpur news: આશાપૂર્ણા નૈનો મેક્સ કોલોનીમાં ચિત્તોડગઢની એક મહિલા ભાડા ઉપર રહેતી હતી. તેણે લાંબા સમયથી ભાડું આપ્યું ન્હોતું. લાઈટ બીલ પણ ન્હોતું ભર્યું. આવી સ્થિતિમાં તેનું કનેક્શન પણ કપાઈ ગયું હતું. મહિલા જ્યારે એક યુવક સાથે લોકોનીમાં આવી તો ગાર્ડે તેને રોકી હતી.

  • Share this:
    જોધપુરઃ રાજસ્થાનના (Rajasthan) જોધપુર (Jodhpur) શહેરમાં એક વીડિયો બુધવારે ઝડપથી વાયરલ (viral video) થયો હતો. વીડિયોમાં એક મહિલા કોઈ કોલોનીના સુક્યુરિટી ગાર્ડ (Security guard) સાથે ચરસાચરસી કરતી દેખાઈ છે. ત્યારબાદ અચાનક ગાર્ડે પહેલા મહિલાને થપ્પડ મારી (guard slapped woman) દીધી હતી ત્યારબાદ ચપ્પલ કાઢીને માર માર્યો હતો. આ દરમિયાન ગાર્ડે મહિલાનો કોલર પકડી જોરદાર અપશબ્દો બોલ્યા હતા.

    આ આખી ઘટનાને કોઈએ વીડિયોમાં ઉતારી લીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા (social media) ઉપર પોસ્ટ કરતા વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. ઘટના આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. વીડિયો પોલીસના (police) ધ્યાનમાં પણ આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની સંપૂર્ણ જાણકારી એકઠી કરી હતી.

    યુવક સાથે આવેલી મહિલાને ટોકી
    માનવામાં આવી રહ્યું છે કે વીડિયો શહેરના શિકારગઢ સ્થિત આશાપૂર્ણા નૈનો મેક્સ કોલોનીનો છે. અહીં ચિત્તૌડગઢની એક મહિલા ભાડા ઉપર રહે છે. મહિલા બુધવારે એક યુવક સાથે કોલોનીમાં આવી હતી. તો હાજર ગાર્ડે તેને ટોકી હતી. આ દરમિયાન મહિલા પોતાના ટુવ્હીલર ઉપરથી ઉતરીને ગાર્ડ સાથે ઉલજી ગઈ હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

    આ દરમિયાન ગાર્ડે મહિલાને થપ્પડ મારી દીધી હતી. જવાબમાં મહિલાએ પણ ગાર્ડ ઉપર હાથ ઉઠાવ્યો હતો. પોતાના હેલ્મેટ ખોલીને તેના ઉપર હુમલો કરવા ગઈ હતી. પરંતુ ત્યારે ગાર્ડે પોતાનું ચપ્પલ કાઢીને મહિલા ઉપર ફરી વળ્યો હતો.

    આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

    આ દરમિયાન અન્ય એક વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દીધો હતો. સીએમ અશોક ગહેલોતના ગૃહ જિલ્લામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા ઉપર મહિલા સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

    આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

    અનેક મહિનાઓથી ન્હોતું ચુકવ્યું ભાડું
    આ મામલામાં ડીસીપી ભુવન ભૂષણ યાદવે જાણકારી આપી કે આશાપૂર્ણા નૈનો મેક્સ કોલોનીમાં ચિત્તોડગઢની એક મહિલા ભાડા ઉપર રહેતી હતી. તેણે લાંબા સમયથી ભાડું આપ્યું ન્હોતું. લાઈટ બીલ પણ ન્હોતું ભર્યું. આવી સ્થિતિમાં તેનું કનેક્શન પણ કપાઈ ગયું હતું.



    મહિલા જ્યારે એક યુવક સાથે લોકોનીમાં આવી તો ગાર્ડે તેને રોકી હતી. આના ઉપર મહિલા ગાર્ડ સાથે વિવાદમાં ઉતરી ગઈ હતી. ગાર્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલાએ હજી સુધી મામલો નોંધાવવાની કવાયત કરી છે. ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:ankit patel
    First published: