ઝારખંડમાં ત્રણ દિવસથી ખાવાનું ન મળતા મહિલાનું ભુખમરાથી મોત

News18 Gujarati
Updated: June 4, 2018, 10:24 AM IST
ઝારખંડમાં ત્રણ દિવસથી ખાવાનું ન મળતા મહિલાનું ભુખમરાથી મોત

  • Share this:
ત્રણ દિવસથી ખાવાનું ન મળતા ઝારખંડમાં 58- વર્ષની સાવિત્રી દેવીનું ભુખમરાથી મોત થયું છે એવા અહેવાલો મળી રહ્યાં છે. કરુણતા છે કે, આટલી દારૂણ ગરીબીમાં જીવતી હોવા છતાં તેની પાસે રાશન કાર્ડ નહોતુ. આ ઘટના ઝારખંડના ગીરદીહમાં બની હતી.

સ્થાનિક સરકારી અધિકારી શીતલ પ્રસાદે કહ્યું કે, વહીવટી તંત્રની બેદરકારીને કારણે તેનું રાશન કાર્ડ બન્યું નહોતુ. એટલે તે સસ્તુ અનાજ ખરીદી શકી નહીં અને મૃત્યુ પામી.

સાવિત્રી દેવીની પુત્ર વધુ સરસ્વતીએ કહ્યું કે, તેમણે સ્થાનિક તંત્રને ખુબ આજીજી કરી હતી કે રાશન કાર્ડ કાઢી આપે પણ કોઇએ તેની દરકાર કરી નહીં. તેની પાસે ત્રણ દિવસથી ખાવા કશુ નહોતું.

સાવિત્રી દેવીના બે પુત્રો મજુરી કરીને માંડ માંડ જીવે છે અને ક્યારે ભીખ માંગીને ખાય છે.

આ ઘટના અંગે સ્થાનિક ધારાસભ્ય જગ્ગનાથ મહતોએ કહ્યું કે, આ ઘટના ખરેખર ચિંતાજનક છે. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. જો કે, તેમણે એવી ચોખવટ કરી નહીં કે, જે અધિકારીઓને કારણે સાવિત્રી દેવીને રાશન કાર્ડ નહોતી મળ્યું તેમની સામે શું પગલા લેવામાં આવશે પણ તેમણે કહ્યું કે, આ મુદ્દો તેઓ રાજયની વિધાનસભામાં ઉઠાવશે.

છ મહિના અગાઉ, ઉત્તર પ્રદેશમાં શકીરા અશફાક નામની મહિલાનું ભુખમરાથી મોત થયું હતુ. આ મહિલા બરેલીની રહેવાસી હતી. 50 વર્ષની આ મહિલા પાસે 5 દિવસથી ખાવાનું નહોતું.
First published: June 4, 2018, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading