ઝારખંડ : પિશ્ચિમી સિંહભૂમ જિલ્લાના ચક્રધરપુર અનુમંડળના કરાયકેલામાં એક મહિલા (Woman)ની છેડતી (Molestation) કરવી દુકાનદાર (Shopkeeper)ને મોંઘી પડી ગઈ. મહિલાએ દુકાનદારને તેની જ દુકાનમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો. મહિલા એ હદે ગુસ્સામાં હતી કે દુકાનદારને ચંપલ, લાત અને મુક્કાઓથી ઘણી વાર સુધી મારતી રહી. અને ભવિષ્યમં કોઈ મહિલાની સાથે છેડતી કરવાની હિંમત નહીં કરવાની ચેતવણી પણ આપી. બાદમાં હોબાળો સાંભળી આજુબાજુના લોકો દુકાનની પાસે એકત્ર થઈ ગયા અને મહિલાને શાંત કરાવી.
છેડતી કરનારા દુકાનદારને ફટકાર્યો
મહિલાએ જણાવ્યું કે ઘરનો સામાન ખરીદવા કરિયાણાની દુકાન પર પહોંચી હતી. પરંતુ દુકાનદાર તેની સાથે વિચિત્ર રીતે વાતો કરવા લાગ્યો. પહેલા તેણે તેની વાતોને નજરઅંદાજ કરી. તેનાથી હિંમત ખૂલતાં દુકાનદાર તેને ખાવા-પીવાની લાલચ આપીને છેડતી કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે દુકાનદારે તમામ હદ પાર કરવાનો પ્રયાસ કર્યો તો મહિલાએ તેને ચંપલથી ફટકાર્યો.
મેથીપાક આપ્યા બાદ મહિલા દુકાનદારને પોલીસના હવાલે કરવા માંગતી હતી. પરંતુ ત્યાં એકત્ર થયેલા લોકોએ તેને આવું ન કરવા દીધું. શાંત કરીને દુકાનદારને માફ કરવાની અપીલ કરી. મહિલાએ ભવિષ્યમાં કોઈ મહિલા સાથે આ પ્રકારનો વ્યવહાર નહીં કરવાની ચેતવણી આપીને દુકાનદારને છોડી દીધો.
ઘટનાથી આદિવાસી સંગઠનોમાં ગુસ્સો
મળતી જાણકારી મુજબ, મહિલા આદિવાસી સમાજની છે. તેથી આ ઘટનાને કારણે કેટલાક આદિવાસી સંગઠનોએ આરોપી દુકાનદારની વિરુદ્ધ છેડતીનો કેસ નોંધવાની તૈયારી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના કરાયકેલા પોલીસ સ્ટેશનથી માત્ર દોઢસો મીટરના અંતરે ઘટી હતી. પરંતુ આટલો હોબાળો થયો હોવા છતાંય પોલીસ ઘટનાસ્થળે ન પહોંચીફ ઘટનાસ્થળે હાજર લોકોએ મારઝૂડનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો.
આ પણ વાંચો,
73નો દુલ્હો, 67ની દુલ્હન! 50 વર્ષ લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા, હવે સંતાનોએ કરાવ્યા લગ્ન
8 વર્ષની ઉંમરે 80 વર્ષના વૃદ્ધ જેવો હાલ! આ ખતરનાક બીમારીથી બાળકીનું મોત