રાતના અંધારામાં પ્રેમી-પ્રેમિકા વાંધાજનક હાલતમાં પકડાયા, ગામ લોકોએ ત્યાં જ કરાવી દીધા લગ્ન

Viral News: વાંધાજનક હાલતમાં પકડાયેલા પ્રેમી-પ્રેમિકાના તાત્કાલિક લગ્ન કરાવવાનો પંચાયતે નિર્ણય લીધો, ગોર મહારાજની સામે લીધા મંગળફેરા

Viral News: વાંધાજનક હાલતમાં પકડાયેલા પ્રેમી-પ્રેમિકાના તાત્કાલિક લગ્ન કરાવવાનો પંચાયતે નિર્ણય લીધો, ગોર મહારાજની સામે લીધા મંગળફેરા

 • Share this:
  જાવેદ ખાન, રામગઢ. ઝારખંડ (Jharkhand)ના રામગઢ (Ramgarh)માં રાતના અંધારામાં પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને ભારે પડી ગયું. ગામ લોકોએ બંનેને પકડીને લગ્ન કરાવી દીધા. પ્રેમી રવિવારને પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. ગામ લોકોએ બંનેને વાંધાજનક સ્થિતિમાં પકડી લીધા. ત્યારબાદ બંનેના લગ્ન (Wedding of Love Birds) કરાવી દેવામાં આવ્યા.

  ગામ લોકોએ ઘટનાસ્થળે જ ગોર મહારાજને તેડાવી દીધા અને પ્રેમની હાથે પ્રેમિકાની માંગમાં સિંદુર ભરાવી દીધું:. પ્રેમી હોન્હે પંચાયતના કુમ્હિયાટાંડ ગામનો રહેવાસી છે. જ્યારે પ્રેમિકા હોહદ ગામની છે. પ્રેમીએ પોતાનું નામ કપિલ મહતો જણાવ્યું. બંનેની વચ્ચે ગત ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

  આ પણ વાંચો, રાંચીમાં સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો, હોટલમાંથી સંદિગ્ધ અવસ્થામાં બે યુવતીઓ સહિત 4ની ધરપકડ

  ગામ લોકોએ જણાવ્યું કે રવિવાર મોડી રાત્રે પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા હોહદ ગામ આવ્યો હતો. પરંતુ તેની ભાળ ગામ લોકોને થઈ ગઈ હતી. ગામ લોકોએ પ્રેમીે પ્રેમિકાના ઘરમાં વાંધાજનક સ્થિતિમાં પકડી લીધો. તે સમયે જ તાત્કાલિક પંચાયત બોલાવવામાં આવી. યુવતીના પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ગામ લોકોએ બંને ના લગ્ન કરાવી દીધા. વિવાહ બાદ પ્રેમી અને પ્રેમિકા ખુશ દેખાયા.

  આ પણ વાંચો, OMG: હૉસ્પિટલનો સામાન લઈને પાંચમા માળે પહોંચી ગઈ રિક્ષા, જાણો શું છે સમગ્ર મામલો


  ગામ લોકો અનુસાર ઘણા દિવસોથી બંને ચૂપચાપ મળતા હોવાની જાણ તેમને થઈ રહી હતી. આ કારણે સામાજિક રીતે બદનામી થઈ રહી હતી. તેથી બંનેના સગા-સંબંધીઓ તેમના સંબંધને ધાર્મિક અને સામાજિક દરજ્જો આપવો જરૂરી માનતા હતા. તેથી પકડાઈ જતાં બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published: