ઝારખંડ: 18 વર્ષ જુની સહયોગી પાર્ટી છોડવા જઈ રહી છે બીજેપીનો સાથે

News18 Gujarati
Updated: September 8, 2018, 6:35 PM IST
ઝારખંડ: 18 વર્ષ જુની સહયોગી પાર્ટી છોડવા જઈ રહી છે બીજેપીનો સાથે
જો આજસૂ પોતાના ચાર ધારાસભ્યોનો સમર્થન પરત લઈ લે છે તો સરકાર પડી ભાગશે નહી, પરંતુ હલી જશે જરૂર.

જો આજસૂ પોતાના ચાર ધારાસભ્યોનો સમર્થન પરત લઈ લે છે તો સરકાર પડી ભાગશે નહી, પરંતુ હલી જશે જરૂર.

  • Share this:
ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની સૌથી જુની સહયોગી AJSU (ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયન)એ બધી 81 સીટો પર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2014માં 21 નવેમ્બરે લાતેહાર જિલ્લાના ચંદવામાં પીએમ મોદી સાથે સબકા સાથે સબકા વિકાસનો નારા લગાવનાર સુદેશ મહતો હવે 'પોતાના વિકાસ' 'ના કોઈનો સાથ'ની રાહ પર ચાલી પડ્યા છે. લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણીની સંભાવનાઓ વચ્ચે પાર્ટીએ એક વર્ષ પહેલા આ નિર્ણય કર્યો હતો.

સતત ત્રણ હાર મેળવી ચૂકેલ સુદેશ મહતોનું કહેવું છે કે, રાષ્ટ્રીય પાર્ટીઓને લોકલ મુદ્દાઓથી કંઈ જ લેવાદેવા હોતું નથી. તેઓ માત્ર પોતાની જ પોલીસી થોપી બેસાડે છે. પાછલા ગુરૂવારે રાંચમાં થયેલ કેન્દ્રીય કાર્યસમિટિની બેઠકમાં પાર્ટીના નેતાઓએ પણ તેમને સ્પષ્ટ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં જ તેઓ સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત લઈ લે, પરંતુ જો આ જાહેરાત પછી જો સરકાર સાથે જોડાયેલ રહેશે તો જનતાને જવાબ આપવાનું ભારે થઈ પડશે.

શું થઈ શકે છે આના પર રાજકીય અસર

ચાર વર્ષ સત્તામાં રહ્યા બાદ સુદેશ મહતોએ હવે વિસ્થાપન, પુવર્વાસ, રોજગાર, વિકાસ, ખનિજ સંપત્તિનો ઉપયોગ વગેરે જેવા સ્થાનિક મુદ્દાઓની યાદ આવી રહી છે. જોકે તેમના નિર્ણયથી બીજેપીની ચૂંટણી પહેલાનો રસ્તો સરળ થઈ ગયો છે. હવે બીજેપીને સીટોને વહેંચણી અને ખેંચતાણમાં પોતાના નેતાઓની નારાજગીનો સામનો કરવો પડશે નહી.

જો સમર્થન પરત લઈ લે તો શું?

પાછલા જૂન મહિનામાં સિલ્લી વિધાનસભા પેટાચૂંટણાં સુદેશ મહતોની હાર પછી જ આનું મંચ તૈયાર થવા લાગ્યું હતું. નારાજગીને જોતા ચર્ચા તે પણ થઈ હતી કે, તેમને મનાવવા માટે બીજેપી અધ્યક્ષ અમિત શાહે તેમને દિલ્હી બોલાવ્યા હતા. આ વચ્ચે અમિત શાહ રાંચ આવ્યા, બે દિવસ પણ રહ્યાં પરંતુ તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ શકી નહી. હવે જો આજસૂ પોતાના ચાર ધારાસભ્યોનો સમર્થન પરત લઈ લે છે તો સરકાર પડી ભાગશે નહી, પરંતુ હલી જશે જરૂર. વિધાનસભાની 81 સીટોમાં બહુમત માટે 42ની સંખ્યામાં બીજેપી પાસે હાલમાં 37 ધારાસભ્ય છે. બાબૂલાલ મરાંડીની પાર્ટી જેવીએસથી તૂટીને આવેલા છ ધારાસભ્યો ઉપરાંત મધુ કોડાની પત્ની ગીતા કોડા અને ભાનુપ્રતાપ શાહીનું સમર્થન મેળવીને કુલ સંખ્યા 43 થઈ જાય છે. એવામાં સરકારને પાડી ભાગવાની સંભાવના ના બરાબર છે.
First published: September 8, 2018, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading