લગ્ન કરી સુરક્ષા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું પ્રેમી યુગલ, પરિવારે પોલીસની સામે જ બંનેને ધોઈ નાંખ્યા

પોલીસ સ્ટેશનમાં જ પરિવારજનોની મારામારી

Jharkhand news: યુવક-યુવતીએ ઘરના લોકોની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પોતાની સુરક્ષાની અપીલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પ્રેમિકાના પરિજનોએ આની ખબર મલી ગઈ હતી. પરિજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને પ્રેમી યુગલની ભારે પીટાઈ કરી હતી.

 • Share this:
  સંજય ગુપ્તા, ધનબાદઃ ઝારખંડના (jharkhand news) ધનબાદમાં (Dhanbad) લગ્ન કરીને પ્રેમી યુગલને (love marriage) પ્રેમિકાના પરિવારજનોએ જોરદાર માર (Girl friend family beats couple) માર્યો હતો. પ્રેમી યુગલ પોલીસ સ્ટેશન સુરક્ષાની (Police Protection) અપીલ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસે સ્ટેશનમાં યુવતીના પરિવારજનોએ પીટાઈ કરી દીધી હતી. આમ મહિલા પોલીસ સ્ટેશનમાં જ રણક્ષેત્ર જેવો જ નજારો જોવા મળ્યો હતો.

  પ્રેમી યુવકને મારપીટ કરતા જોઈને મહિલા પોલીસકર્મીઓ વચ્ચે પડીને બચાવવા લાગ્યા હતા. બંનેને બચાવ્યા હતા. પ્રેમી યુગલે સુદામડી પોલીસ સ્ટેશન રહેનારા હતા. બંનેએ ઘરના લોકોની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પોતાની સુરક્ષાની અપીલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

  પરંતુ પ્રેમિકાના પરિજનોએ આની ખબર મલી ગઈ હતી. પરિજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને પ્રેમી યુગલની ભારે પીટાઈ કરી હતી. આ દરમિયાન હાજર પોલીસ કર્મચારીઓએ અને અન્ય લોકો હક્કાબક્કા રહી ગયા હતા. બાદમાં પોલીસ કર્મચારીઓએ વચ્ચે પડીને બંનેને બચાવ્યા હતા.

  આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  મહિલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિશાખા કુમારીએ જણાવ્યું કે સુદામડીહ પોલીસ સ્ટેશનના સિંદરીના રહેનારા પ્રેમી યુગલ મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રેમિકાના પરિજનોએ બંને સાથે મારપીટ કરી હતી.

  આ પહેલા યુવતીના પરિજનોએ પ્રેમી સામે પુત્રીના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. બંનેના ઘરના લોકોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. જેના કારણે પ્રેમિકાના પરિજનો ગુસ્સે ભરાયા હતા. પોલીસે પ્રેમીયુગલની અપીલ બાદ સુરક્ષા આપી હતી. સુદામડીહ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશને આ અંગે કાર્યવાહી શરૂ કરી હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે જ મારા મારીની આવી એક ઘટના થોડા દિવસો પહેલા ગુજરાતના વડોદરા શહેરમાં પણ બની હતી. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બે પરિવારના સભ્યો ફરિયાદ કરવા આવ્યા હતા. જેઓ પાણીગેટ પોલીસ સ્ટેશનની પાછળ આવેલા અલગ-અલગ મહોલ્લામાં રહે છે. ફરિયાદ કરવા આવેલા સભ્યોમાં પિન્ટુ બન્ટીભાઇ કહાર, સોનલબહેન પિન્ટુ કહાર, દેવ ઉર્ફ અમર રાકેશભાઇ કહાર, રત્નાબહેન રાકેશભાઇ કહાર અને પ્રેમલ મહેશભાઇ કહારનો સમાવેશ થાય છે.


  વધુ મળતી માહિતી પ્રમાણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા બંને પરિવારો એક બીજા સામે ફરિયાદ કરે તે પહેલા જ પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ છૂટાહાથની મારામારી કરવા લાગ્યા હતા. જોકે, હાજર પોલીસે તેમને અલગ પાડીને કાર્યવાહી હાથધરી હતી.
  Published by:ankit patel
  First published: