એઝાઝ અહમદ, ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહના મહેશમુંડામાં એક શિક્ષકે (Teacher) ફોસલાવીને એક મહિલાનું શારીરિક શોષણ કર્યું હોવાનો કેસ સામે આવ્યો છે. મહિલાને પતિ (Husband)એ તેની પત્ની (Wife) અને શિક્ષકને રંગેહાથ પકડી લીધા હતા. જે બાદમાં આરોપી શિક્ષક મહિલાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના પતિ તરફથી પોલીસ મથક (Police station)માં ફરિયાદ દાખલ કરાવવામાં આવ્યા બાદ શિક્ષકે મહિલાને ઝેરી દવા પીવડાવવાનો પ્રયાસ કરાયો હતો. હાલ મહિલાની હાલત ગંભીર છે. ગિરિડીહ સરકારી હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
આરોપ છે કે હંગામી શિક્ષક મહિલાનું છેલ્લા એક વર્ષથી યૌન શોષણ કરી રહ્યો હતો. આ અંગેની જાણકારી મહિલાના પતિને મળ્યા બાદ તેણે પોલીસ ફરિયાદ આપી હતી. જે બાદમાં આરોપીએ મોકો જોઈને પીડિતાને ઝેરી દવા પીવડાવી દીધી હતી. બેંગાબાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પીડિતાના પતિ અંસારીએ પોલીસ મથકમાં નિવેદન આપ્યું છે કે છેલ્લા એક વર્ષથી ગામનો હંગામી શિક્ષક અભિષેક કુમાર સાવ તેની પત્નીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. સોમવારે સવારે તેણે આરોપીને તેના ઘરની નજીક પોતાની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યો હતો. જે બાદમાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પતિએ તેની પત્નીની પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આરોપી છેલ્લા એક વર્ષથી લલચાવી અને ફોસલાવીને તેણી પર બળાત્કાર ગુજારતો હતો. જે બાદમાં બેંગાબાદ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ આરોપી ફોસલાવીને પીડિતાને ઘરેથી ભગાડી ગયો હતો અને તેણીને ઝેર પીવડાવી દીધું હતું. પીડિતાએ પણ આરોપી સામે કીટનાશક પીવડાવી દેવાનો આરોપ લગાવ્યો છે.
પીડિતાના પતિનું કહેવું છે કે ઘટનાનો ખુલાસો થયા બાદ તેની પત્ની ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ સુધી ગાયબ રહ્યા બાદ પત્ની ગામની નજીક આવેલા એક મેદાનમાં તરફડિયા મારતી મળી આવી હતી. પૂછપરછમાં તેણીએ આરોપી શિક્ષકે ઝેરી દવા પીવડાવી દીધાનો આરોપ લગાવ્યો હતો. જે બાદમાં તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ પણ વાંચો: માત્ર 12 રૂપિયામાં ખરીદો 1 BHK ઘર, આ એક શરત માનવી પડશે
આ મામલે બેંગાબાદ પોલીસ મથક ઇન્ચાર્જ કમલેશ પાસવાને જણાવ્યું કે, આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. અરજી મળ્યા બાદ પીડિતાને મેડિકલ તપાસ માટે પોલીસ મથક બોલાવવામાં આવી હતી. જોકે, તેનો પતિ મહિલાને પોલીસ મથક લાવ્યો ન હતો. બીજા દિવસે આરોપીએ ઝેર પીવડાવી દીધાની વાત કહેવામાં આવી હતી. પોલીસની એક ટીમ આ મામલે તપાસ કરીને માહિતી મેળવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર