Home /News /national-international /ચેન્નાઈ નોકરી કરવા ગયેલો પતિ 14 વર્ષે સાધુ બનીને પોતાના જ ઘરે ભિક્ષા માગવા આવ્યો, પછી થઈ જોવા જેવી

ચેન્નાઈ નોકરી કરવા ગયેલો પતિ 14 વર્ષે સાધુ બનીને પોતાના જ ઘરે ભિક્ષા માગવા આવ્યો, પછી થઈ જોવા જેવી

જોબ કરવા ગયેલો પતિ સાધુ બનીને પાછો આવ્યો (પ્રતિકાત્મક ફોટો)

ઝારખંડના ગઢવા જિલ્લાના કેતાર ના આદિવાસી બહુમતીવાળા માયર ગામમાં અજીબોગરીબ સ્થિતિ બની હતી. આ ગામની મહિલા ઉમા દેવી ભિક્ષાટન કરવા આવેલા એક સંન્યાસીને પોતાના પતિ ગણાવીને રડવા લાગી હતી.

    ગઢવા: ઝારખંડના ગઢવા જિલ્લાના કેતાર ના આદિવાસી બહુમતીવાળા માયર ગામમાં અજીબોગરીબ સ્થિતિ બની હતી. આ ગામની મહિલા ઉમા દેવી ભિક્ષાટન કરવા આવેલા એક સંન્યાસીને પોતાના પતિ ગણાવીને રડવા લાગી હતી. ઉમા દેવીએ કહ્યું કે, તેના પતિ નરેશ સિંહ 14 વર્ષ પહેલા તેને તથા તેના બે બાળકો અને ગર્ભમાં ઉછરી રહેલા એક બાળકને છોડીને મજૂરી કરવા માટે ચેન્નાઈ ગયા હતા. ત્યાંથી થોડો ટાઈમ તો તેઓ રૂપિયા મોકલતા રહ્યા.

    અને પછી ફોન આવવાના બંધ થઈ ગયા


    ઉમા દેવીએ આગળ કહ્યું કે, એક દિવસ તેના પતિએ તેને કહ્યું કે, તેને અમુક સાધુ નશીલા પદાર્થ ખવડાવીને સંન્યાસી બનાવવા માગે છે. થોડા તેના મહિના બાદ પતિનો ફોન આવવાનું બંધ થયો. ત્યાર બાદ તેણે ઘણી શોધખોળ કરી, પણ તેમનો કોઈ અતોપત્તો લાગ્યો નહીં. ઘણી શોધખોળ કરવા છતાં પણ પતિની કોઈ ભાળ ન મળતા આખરે પતિ પાછો આવશે તેની આશા છોડી દીધી હતી.

    ભીખ માગવા આવેલા પતિને પત્નીએ ઓળખી કાઢ્યો


    શનિવારે અચાનક પોતાના ગામમાં ભીક્ષાટન કરવા આવેલા પતિને જોઈ, તે ઓળખી ગઈ હતી. નરેશ સિંહ, જે હવે શંભુનાથી બની ચુક્યો હતો. શંભુનાથે પણ પત્ની અને બાળકોને ઓળખી લીધા. એકબીજાના જાણ્યા બાદ પૂર્વમાં શું થયું હતું તેના વિશે પત્ની ઉમા દેવી અને ત્યાં હાજર લોકોને આખી વાત જણાવી.

    આ પણ વાંચો: હૈવાનિયત: ગંદી ફિલ્મો બતાવી પત્ની સાથે હવસ મિટાવતો પતિ, સાસુએ કહ્યું- આતો સામાન્ય છે, તૂં કરતી જા

    14 વર્ષ બાદ પતિ સામે આવેલો જોઈ રડવા લાગી પત્ની ઉમા દેવી


    પતિની આપબીતી સાંભળી અને 14 વર્ષ બાદ સામે આવેલો જોઈ ઉમા દેવી રડવા લાગી. તેના ત્રણ બાળકો પણ રડવા લાગ્યા. તેમના રડવાના કારણે ગામનો માહોલ પણ કરુણામય બની ગયો. માયર પ્રાથમિક વિદ્યાલય, જ્યાં ઉમા દેવીના પતિ નરેશ સિંહ અને તેમના સંન્યાસી સાથીઓની ટોળકી રોકાઈ હતી, ત્યાં સેંકડો ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ.

    ગૃહસ્થ આશ્રમમાં પાછા ફરવા માટે તૈયાર નથી નરેશ


    ગામ લોકોએ નરેશ સિંહને સમજાવીને ઘરે પાછા ફરવા માટે સમજાવ્યો, લોકોને લાખ કોશિશ કરી તેમ છતાં પણ નરેશમાંથી શંભુનાથ બનેલા આ શખ્સે ગૃહસ્થ જીવનમાં પાછા નહીં ફરવાની જીદ પકડી રાખી. આ દરમિયાન અન્ય સંન્યાસીઓ કહ્યું કે, નરેશ સિંહ અમારી ટોળકીમાં હવે શંભુનાથથી ઓળખાય છે. થોડા દિવસ બાદ અમે લોકો ભીક્ષાટન કરીને અન્ય જગ્યાએ જતા રહીશું. આ લખાય છે ત્યાં સુધી તો નરેશ સિંહ ગામમાં જ રોકાયેલા હતા, બીજી બાજૂમાં ઘરમાં બધાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन