પરપુરૂષ સાથે કઢંગી હાલતમાં પકડાઈ 3 સંતાનોની માતા, ગ્રામજનોએ ધોલાઈ કરી લગ્ન કરાવી નાખ્યા

કથિત રીતે કઢંગી હાલતમાં ઝડપાયેલા પુરૂષ મહિલાના ગ્રામજનોએ કરાવી નાખ્યા લગ્ન

મહિલા તેના જ ઘરમાં પર પુરૂષ સાથે કઢંગી હાલતમાં પકડાયા બાદ ગ્રામજનોએ થાંભલે બાંધી આપી 'તાલિબાની સજા',પુરૂષ પણ 3 સંતાનોનો પિતા છતાં રચાવી રહ્યો રંગરેલીયા

  • Share this:
    સુમન ભટ્ટાચાર્યા : ઝારખંડનું (jharkhand) જામતારા (jamtara) આમતો કુખ્યાત તસ્કરોની ગેંગ માટે જાણીતું છે પરંતુ આજે અહીંયાથી હચમચાવી નાખતા સમાચાર સામે આવ્યોા છે. અહીંયા ચંગાઈડીહ ગામમાં ગુરૂવારે રાતે પ્રેમી પંખીડાઓ (Lovers) કઢંગી હાલતમાં ઝડપાયા હતા. ત્યારબાદ બંનેને થાંભલે બાંધી દેવામાં આવ્યા હતા. આ હાઇવોલ્ટેજ ડ્રામાં ચાલી રહ્યા હતો ત્યારે ત્યારે જ ગ્રામીણોએ બંનેના જબરદસ્તી લગ્ન કરાવી નાખ્યા છે. જોકે, બંને વ્યક્તિ પહેલાં જ પિરિણીત (Married Couple) છે. બંનેને 3-3 સંતાનો છે અને આ સંબંધો આડા હોવાની ચર્ચા છે.

    આ ચકચારી બનાવની મળતી માહિતી મુજબ, મહિલાનો પતિ બહાર કામ કરે છે અને ઘણા મહિનાઓથી ઘરે આવ્યો ન હતો. આ દરમિયાન મહિલાના બીજા પુરુષ સાથે સંબંધ બંધાયા હતા. બંને સતત એકબીજાને મળતા રહ્યા. ચેંગાયડીહ ગામના મોહમ્મદ ઇબ્રાહિમના આ આડા સંબંધો અંગે ગ્રામજનોને ખબર પડી. દરમિયાન શુક્રવારે ગામલોકોએ બંનેને રેડસ કરી કઢંગી હાલતમાં પકડ્યા હતા. જે બાદ ગ્રામજનોએ બંનેને એક થાંભલા સાથે બાંધી દીધા હતા અને મોડી રાત સુધી માર માર્યો હતો.

    આ પણ વાંચો : અમદાવાદ : મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી-સાધ્વી સહિત એકસાથે 4 વ્યક્તિની ગળું કાપી હત્યા કરી હતી, માથે હતું 51,000નું ઈનામ

    ગ્રામજનોએ જણાવ્યું હતું કે મહિલા પોતાના ઘરમાં જ બીજા પુરુષ સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. જે બાદ બંનેને થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા અને મોડીરાત્રે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ગામના બૌદ્ધિકોની હાજરીમાં આ પ્રેમી પંખીડાઓને પંચાયતમાં બેસીને સાથે રહેવાનો તાલિબાની ચુકાદો આપવામાં આવ્યો હતો. બાદમાં ગામલોકોએ મહિલાને પુરુષની હવાલે કરી દીધી હતી. આ પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ નોંધાયો ન હતો.

    આ પણ વાંચો : બોટાદના તુરખા ગામે યુવક પર ફાયરિંગ, બચાવ કરવા જતા એક ગોળી આંગળી ચીરી પેટમાં ઘુસી ગઈ!

    આમ 'પતિ પત્ની ઓર વો'ના આ કિસ્સાએ ઝારખંડના જામતારામાં ખૂબ ચર્ચા જગાવી હતી. જોકે, બંધારણીય રીતે પંચાયતોને આવા નિર્ણયો કરવાનો કોઈ અધિકાર નથી પરંતુ મોરલ પોલીસીંગ અને મોરલ કોર્ટની આવી કચેરીઓ ગામડે ગામડે ચાલે છે ત્યારે સમાજમાં ખોટા ઉદાહરણો બેસાડતા કિસ્સામાં ગામડાના પંચો જ ન્યાય કરતા હોય છે.
    Published by:Jay Mishra
    First published: