દુમકાઃ ઝારખંડની અંકિતાના મર્ડર કેસની તપાસ માટે સરકારે SIT બનાવી છે. ત્યારે મુખ્યમંત્રી હેમંત સોરેનના આદેશ પછી પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી છે. દુમકાના એસપીના નેતૃત્વમાં એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે. જે હવે સમગ્ર કેસ મામલે તપાસ કરશે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખતા દુમકાના SPએ સમગ્ર કેસ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. દુમકાની દીકરી અંકિતાને જીવતી સળગાવીને તેની હત્યા કરવા મામલે મુખ્ય આરોપી શાહરુખ સહિત બે આરોપીઓની ધરકડ કરવામાં આવી છે.
ફોરેન્સિક-CID ટીમ ઘટનાસ્થળે પહોંચી
આ મામલે ઝારખંડ પોલીસ હેડક્વાર્ટરના એડીજી એમ.એલ. મીણાએ જણાવ્યું હતુ કે, કેસને દરેક એગન્લથી તપાસવામાં આવી રહ્યો છે. હાલ ફોરેન્સિક અને સીઆઈડીની ટીમ પણ દુમકા અંકિતાના ઘરે પહોંચી છે અને ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. એડીજીના પહોંચ્યા બાદ આ કેસની તપાસ ઝડપથી થઈ રહી છે. રિમ્સમાં સારવાર દરમિયાન મોત બાદ સોમવારે દુમકામાં અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ ઘટના પછી ઝારખંડના લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને, પોલીસની કાર્યવાહી મામલે લોકોમાં રોષ જોવા મળ્યો છે. સામાજિક કાર્યકર્તાઓએ આ વિસ્તારના ડીઆઈજી સાથે મુલાકાત કરી હતી અને આ કેસમાં એસડીસીપીઓને ડિસમિસ કરવાની માગ કરી હતી. લોકોનું કહેવું છે કે, આ કેસમાં એસડીપીઓ નૂર મુસ્તુફાની કાર્યવાહી શંકાસ્પદ છે. અંકિતાના મોત પછી એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે તેની સાથે બનેલી આખી ઘટના જણાવી હતી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર