ઘરકંકાસમાં પિતા બન્યો હત્યારો! 8 વર્ષના દીકરાને પથ્થરથી કચડી મારી નાખ્યો

દીકરાની હત્યા કરી લાશને જંગલમાં જાનવરોને ખાવા ફેંકી દીધી, આ રીતે હત્યારા પિતાની પોલ ખુલી

દીકરાની હત્યા કરી લાશને જંગલમાં જાનવરોને ખાવા ફેંકી દીધી, આ રીતે હત્યારા પિતાની પોલ ખુલી

 • Share this:
  જમશેદપુરઃ એમજીએમ પોલીસ સ્ટેશન હદના દેવધરમાં ચડરી પહાડ પર જંગલમાં 8 વર્ષના બાળક ની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ. સ્થાનિક લોકોએ તેની જાણ પોલીસને કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે બાળકની પથ્થરથી કચડીને હત્યા કરવામાં આવી અને લાશને જંગલમાં એ કારણે ફેંકવામાં આવી કે જેથી કોઈ જાનવર ખાઈ જાય. પરંતુ જંગલમાં લાકડા વીણવા ગયેલા લોકોએ ઘટનાનો ખુલાસો કરી દીધો.

  પિતા પર હત્યા કરવાનો આરોપ

  પોલીસની સઘન તપાસમાં બાળકની ઓળખ આઝાદનગરના રહેવાસી તરીકે થઈ. મૃતકની માતાએ કપડાના આધારે પોતાના દીકરાની ઓળખ કરી. માતાએ પોતાના પતિ પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. માતાએ જણાવ્યું કે ઘરકંકાસમાં શમશેરે પોતાના 8 વર્ષીય દીકરા સમીરની હત્યા કરી દીધી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી પિતાની ધરપકડ કરી લીધી.

  માતાએ જણાવ્યું કે, ઘરકંકાસના કારણે તે ત્રણ મહિનાથી પતિથી અલગ રહેતી હીત. સોમવાર સવારે તેનો પતિ ઘરે આવ્યો અને સમીરને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ તેની લાશ ચડરી પહાડના જંગલમાં મળી. માતા મુજબ પિતાએ જ સમીરની હત્યા કરી લાશને જંગલમાં ફેંકી દીધી.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો સાચી હકીકત

  પથ્થરથી કચડી હત્યા કરી

  પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. એમજીએમ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અશોક કુમારે જણાવ્યું કે લાશ જોઈને ખબર પડી કે બાળકની પથ્થરથી કચડીને હત્યા કરવામાં આવી છે. માથાને પથ્થરથી કચડી દીધો. તેથી ઓળખાવમાં મુશ્કેલી થઈ રહી હતી, પરંતુ કપડા જોઈને તેની ઓળખ કરવામાં આવી છે. માતાના નિવેદનના આધારે આરોપી પતિની વિરુદ્ધ કેસ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.

  (ઈનપુટઃ આશીષ તિવારી)

  આ પણ વાંચો, અમેરિકામાં હવે જોવા મળી 3 ઈંચ મોટી ઝેરી માખી, લોકો માની રહ્યા છે દૈવી આપત્તિ
  Published by:Mrunal Bhojak
  First published: