ઝારખંડમાં હીરો બન્યા હેમંત સોરેન! કૉંગ્રેસને પણ થયો લાભ

News18 Gujarati
Updated: December 23, 2019, 2:28 PM IST
ઝારખંડમાં હીરો બન્યા હેમંત સોરેન! કૉંગ્રેસને પણ થયો લાભ
હેમંત સોરેન પર વિશ્વાસ મૂકવાથી કૉંગ્રેસને પણ થયો ફાયદો, ઝારખંડમાં બીજેપીનાં વળતાં પાણી

હેમંત સોરેન પર વિશ્વાસ મૂકવાથી કૉંગ્રેસને પણ થયો ફાયદો, ઝારખંડમાં બીજેપીનાં વળતાં પાણી

  • Share this:
નવી દિલ્હી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 (Jharkhand Assembly Election 2019) માટે પાંચ ચરણમાં મતદાન થયા બાદ હવે પરિણામો પણ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. અત્યાર સુધીના વલણો મુજબ રાજ્યમાં સત્તારૂઢ બીજેપીને સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren)ના નેતૃત્વવાળી ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કૉંગ્રેસ (Congress) અને આરજેડી (RJD)ના ગઠબંધનને બહુમત મળતું હોય એવું લાગી રહ્યું છે. કૉંગ્રેસને ગઈ વિધાનસભા ચૂંટણીમાં 6 સીટો પર જીતથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે પાર્ટી 12 સીટ જીતી શકે છે. જેએમએમ પર વિશ્વાસ મૂકવાના કારણે ઝારખંડમાં કૉંગ્રેસને પણ લાભ થયો છે.

કૉંગ્રેસે કહ્યું હતું, હેમંતને મુખ્યમંત્રી ઉમેદવાર માનવામાં મુશ્કેલી નથી

મતગણતરીના અત્યાર સુધીના વલણોને જોતાં કહી શકાય કે રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી રહેલા હેમંત સોરેન પર ભરોસો મૂકવો કૉંગ્રેસ માટે ફાયદાનો સોદો રહ્યો છે. કૉંગ્રેસે ઑક્ટોબરમાં સીટોની વહેચણીને લઈ થયેલી વાતચીતમાં જેએમએમને રાજ્યમાં મોટા ભાઈ તરીકે સ્વીકાર કરી લીધો હતો. કૉંગ્રેસે સ્પષ્ટ કરી દીધું હતું કે જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સ્વીકાર કરવામાં પાર્ટીને કોઈ મુશ્કેલી નથી. કૉંગ્રેસ તરફથી આ વાતના સંકેત ઝારખંડના કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ (Dhiraj Sahu)એ આપ્યો હતો. સાહૂએ સ્પષ્ટ કરી દીધું હતું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પહલા જ તે વિશે હેમંત સોરેનને આશ્વાસન આપી દીધું છે.

2013માં ઝારખંડના સૌથીયુવા અને પાંચમાં મુખ્યમંત્રી બન્યા હતા હેમંત

હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ છે. તેઓ પોતાના પિતા શિબૂ સોરેન (Shibu Soren)ની જેમ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2013માં હેમંત સોરેન આરજેડી, કૉંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોની મદદથી ઝારખંડના પાંચમા મુખ્યમંત્રી બનવામાં સફળ થયા હતા અને ડિસેમ્બર 2014 સુધી પદ પર રહ્યા. વર્ષ 1975માં જન્મેલા હેમંત સોરેન ઓછી ઉંમરમાં જ પોતાની રાજકીય સૂઝબૂઝનો પરિચય આપી ચૂક્યા હતા. શિબૂ સોરેનનો વારસો સંભાળવો તેમના માટે કોઈ જાખમથી ઓછો નહોતો, પરંતુ હેમંત સોરેને સમય-સમય પર પોતાની કાબેલિયતનો પરિચય આપતાં એ પુરવાર કરી દીધું કે રાજનીતિના આડા-અવળાં રસ્તા પર ચાલવાની ક્ષમતા તેમનામાં છે.
રાજ્યમાં દારૂ વેચાણ પર પ્રતિબંધના આગ્રહી રહ્યા છે જેએમએમ પ્રમુખ

ઝારખંડના મુખ્યમંત્રી બનતાં પહેલા હેમંત સોરેન ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. અર્જુન મુંડાના કાર્યકાળમાં હેમંતે ઉપમુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે. સ્વભાવથી ખૂબ સરળ હેમંત પિતાની જેમ જ લોકો સાથે સીધો સંવાદ કરવામાં વિશ્વાસ રાખે છે. હેમંત રાજ્યમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં છે. તેમનું માનવું છે કે ઝારખંડના ગામોમાં ખાસ કરીને દારૂની દુકાનો ન ખુલવી જોઈએ કારણ કે રાજ્યના સરળ અને ભોળા આદિવાસી દારૂના નશામાં ચૂર થઈને જિંદગીનો દોડમાં પાછળ ચાલ્યા જશે. તેમનું માનવું છે કે રાજ્યની મહિલાઓએ આગળ આવીને દારૂ વેચાણનો વિરોધ કરવો જોઈએ. ત્યારે જ રાજ્ય સરકારે ગામોમાં દારૂ વેચવાના લાઇસન્સ આપવાનો નિર્ણય પરત લઈ શકશે.

એક છોકરીનું ભૂખના કારણે થયેલા મોતની સીબીઆઈ તપાસની માંગ કરી હતી

હેમંત સાર્વજનિક વિતરણ પદ્ધતિ (PDS)માં ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરના વિરોધી છે. તેમનું માનવું છે કે તેનાથી અનેક ગરીબ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવાથી વંચિત રહી જાય છે. વર્ષ 2017માં કથિત ભૂખમરાના કારણે સિમડેગામં એક છોકરીના મોતનું કારણ જાણવા માટે તેઓએ સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી હતી. તેના માટે તેઓએ રાજ્યની મુખ્ય સચિવ રાજબાલા વર્મા સામે પણ ઉગ્ર બન્યા હતા. હેમંત સોરેન માને છે કે આધાર (Aadhaar) નંબર વિના રાશન ન આપવું સરકારની અમાનવીય પગલું છે. રાજ્યના આદિવાસીઓના હિતોની રક્ષા કરવાની હેમંત સોરેન કોઈ પણ તક ગુમાવવા નથી માંગતા.


હેમંતે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટને ગણાવી હતી લેન્ડ ગ્રેબર્સ મીટ

'છોટા નાગપુર ટીનેન્સી એક્ટ' અને 'સંથાલ પરગણા ટીનેન્સી એક્ટ'માં ફેરફારના પ્રયાસોનો હેમંત સોરેને જોરદાર વિરોધ કર્યો હતો. મૂળે, આ બંને એક્ટમાં ફેરફાર કરી રાજ્ય સરકાર વર્ષ 2016માં તે જમીનો પર રસ્તા, હૉસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાન બનાવવા માંગતી હતી. હેમંત સોરેને તેનો જોરદાર વિરોધ કર્યો. ઝારખંડમાં 2017માં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટમાં મુખ્યમંત્રી રઘુવર દાસે હેમંત સોરેનને આમંત્રિત કર્યા હતા. પરંતુ તેઓએ તેને લેન્ડ ગ્રેબર્સ મીટ (જમીન પચાવનારું સંમેલન) કહીને સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. હેમંતે પોતાના પિતા શિબૂ સોરેનની સાથે એસસી-એસટી એક્ટ (SC/ST Act)ના ફેરફારના વિરોધમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) સાથે પણ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો, ઝારખંડમાં CMના ચહેરા પર ચૂંટણી લડીને બીજેપી ફરી ગોથું ખાઈ ગઈ
First published: December 23, 2019, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading