ઝારખંડ બન્યું ત્રીજું રાજ્ય જ્યાં BJPએ જીતી સૌથી વધુ સીટો, પરંતુ હાથમાંથી સરકી સત્તા

News18 Gujarati
Updated: December 23, 2019, 4:02 PM IST
ઝારખંડ બન્યું ત્રીજું રાજ્ય જ્યાં BJPએ જીતી સૌથી વધુ સીટો, પરંતુ હાથમાંથી સરકી સત્તા
ઝારખંડમાં બીજેપી ગઠબંધન વગર વિધાનસભા ચૂંટણી લડી હતી. (ફાઇલ ફોટો - પીટીઆઈ)

મહારાષ્ટ્ર બાદ ઝારખંડમાં પણ BJPને જોરદાર આંચકો, ગઠબંધન ન કરવું પુરવાર થઈ મોટી ભૂલ

  • Share this:
નવી દિલ્હી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Election Result 2019)ના વલણોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ રાજ્યની સત્તા પણ બીજેપી (BJP)ના હાથથી સરકી ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે, અત્યાર સુધી આવેલા વલણોમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનેલી છે પરંતુ સરકાર મહાગઠબંધન (Mahagathbandhan)ની બનતી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉની ચૂંટણીઓ પર નજર કરીએ તો આ ત્રીજો પ્રસંગ છે, જ્યાં સૌથી મોટી પાર્ટી બનવા છતાંય બીજેપીના હાથમાંથી સરકાર રચવાની તક સરકી ગઈ. આ પહેલા કર્ણાટક, પછી મહારાષ્ટ્ર અને હવે ઝારખંડ (Jharkhand)માં બીજું ગઠબંધન સરકાર બનાવશે.

સૌથી પહેલા વાત કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka assembly election 2018)ની. મે 2018માં યોજાયેલી ચૂંટણી દરમિયાન બીજેપી સૌથી મોટી પાર્ટી બની. 224 વિધાનસભા સીટો પર યોજાયેલી ચૂંટણીમાં બીજેપીએ 104 સીટો જીતી. વળી તે સૌથી મોટી પાર્ટી બની. કૉંગ્રેસ (Congress)ને 78 સીટો મળી. જેડીએસ (JDS) 37 સીટો સાથે ત્રીજા નંબરે રહી. બીજેપી બહુમત પુરવાર ન કરી શકી અને કૉંગ્રેસ-જેડીએસે સાથે મળી સરકાર બનાવી લીધી. કૉંગ્રેસે જેડીએસને મુખ્યમંત્રી પદ ગિફ્ટ કરી દીધી.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં શિવસેનાએ ખેલ બગાડ્યો

આ વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Maharashtra assembly election 2019)માં ફરી એકવા બીજેપી સૌથી મોટી પાર્ટી બની, પરંતુ અહીં શિવસેના (Shiv Sena)એ મુખ્યમંત્રીનું પદ માટે પલટી મારતાં બીજેપીને સાથે સંબંધો તોડી દીધા. મહારાષ્ટ્રમાં 288 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં બહુમતનો આંકડો 145નો હતો. ચૂંટણી બીજેપી અને શિવસેનાએ સાથે મળી લડી હતી. પરિણામ આવ્યું તો બીજેપી સૌથી મોટી પાર્ટી બની. તેને 105 સીટો પર જીત મળી. શિવસેનાને 56 સીટો પર જીત મળી. બંનેએ મળી 151 સીટો પર જીત મેળવી હતી. ગઠબંધનને બહુમત મળી ગયું હતું, અંતમાં શિવસેનાએ મુખ્યમંત્રી પદ માટેની માંગ કરી દીધી અને અહીં પણ સત્તા બીજેપીના હાથમાંથી સરકી ગઈ. શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપીની સાથે મળી સરકાર બનાવી લીધી. એનસીપી-કૉંગ્રેસને 105 સીટો મળી હતી.

ઝારખંડમાં ગઠબંધન ન કરવું જ સૌથી મોટી ભૂલ

ઝારખંડમાં 81 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં બીજેપી 30 સીટો પર જીત મેળવતી હોય એવું લાગી રહ્યું છે. 41 સીટોના બહુમતવાળી વિધાનસભામાં તે 10 સીટોથી પાછળ દેખાઈ રહી છે. બીજી તરફ, ઝારખંડ મુક્તિ મોર્ચા અને કૉંગ્રેસ ગઠબંધન સરકાર રચવાની નજીક પહોંચી ગઈ છે. જેએમએમને 24, કૉંગ્રેસ 11 અને આરજેડીને 5 સીટો પર જીત મળતી હોય એવું લાગી રહ્યું છે. અહીં અનેક સીટો પર ખૂબ નજીકનો મુકાબલો જોવા મળ્યો. એવામાં એવું કહી શકાય છે કે જો બીજેપી અહીં પોતાના જૂના ગઠબંધન સાધેદાર આજસૂની સાથે રાખીને ચૂંટણી લડી હોત તો પરિણામ કંઈક અલગ હોત.

આ પણ વાંચો,
ઝારખંડમાં હીરો બન્યા હેમંત સોરેન! કૉંગ્રેસને પણ થયો લાભ
First published: December 23, 2019, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading