Big News: પુલ બનાવતી કન્સ્ટ્રક્શન કંપનીના પેમેન્ટમાં દોઢ કરોડનો ગોટાળો, બેંક અકાઉન્ટ ફ્રીઝ

જે કંપનીને પૈસા ચૂકવવાના હતા તેના બદલે 1.42 કરોડ રૂપિયા અન્ય કોઈના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

Dumka Financial irregularity: ગ્રામીણ વિકાસ વિશેષ વિભાગે દુમકા કાર્ય વિભાગ તરફથી કન્સ્ટ્રક્શન કંપનીને 1.42 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ રકમ એબીસી કન્સ્ટ્રક્શન કંપનીને બદલે અન્ય કોઈ બેન્ક અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી.

  • Share this:
    દુમકા. કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વધુ એક ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડની ઉપરાજધાની દુમકા (Dumka Jharkhand)થી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ઘણાં સમયથી બાંસલોઈ નદી ઉપર એક પુલનું નિર્માણ થઈ રહ્યું છે. આ પુલનો ખર્ચ 10 કરોડ રૂપિયા છે. કહેવાય છે કે જે કંપનીને પૈસા ચૂકવવાના હતા તેના બદલે 1.42 કરોડ રૂપિયા અન્ય કોઈના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ વિશે જાણકારી મળતા જ આખો વિભાગ ચોંકી ગયો છે અને આ મામલે તણાવ પેદા થયો છે. હવે આ બાબતે તપાસ કરાવવાની વાતો થઈ રહી છે. આ દરમ્યાન, સંબંધિત બેંક ખાતાને તરત ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે જેથી એ ખાતામાંથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થઈ શકે.

    દુમકાની બાંસલોઈ નદી પર 10 કરોડના ખર્ચે પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બ્રિજ કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ એબીસી કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસ વિશેષ વિભાગે દુમકા કાર્ય વિભાગ તરફથી કન્સ્ટ્રક્શન કંપનીને 1.42 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ રકમ એબીસી કન્સ્ટ્રક્શન કંપનીને બદલે અન્ય કોઈ બેન્ક અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી. આ પેમેન્ટ 28 ઓક્ટોબરે ટ્રેઝરી માધ્યમથી કરવામાં આવ્યું હતું.

    આટલી મોટી રકમની ચૂકવણીમાં મોટી ગડબડ (Dumka Financial irregularity) સામે આવ્યા બાદ સંબંધિત વિભાગને પસીનો વળી ગયો છે. જણાવી દઈએ કે આ પુલનું નિર્માણ રામગઢ વિસ્તારમાં થઈ રહ્યું છે.

    આ પણ વાંચો: Delhi: યમુનાના પાણીમાં શા માટે દેખાઈ રહ્યું છે આટલું ફીણ? તે કેટલું ખતરનાક છે? જાણો

    ગુરુગ્રામના કોઈ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ રકમ 

    જાણકારી અનુસાર, 1.42 કરોડ રૂપિયા એબીસી કન્સ્ટ્રક્શન કંપની (ABC construction company)ના ખાતામાં નહીં પરંતુ હરિયાણાના ગુરુગ્રામ સ્થિત અન્ય કોઈના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ મામલે શહેર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. કોની ભૂલના કારણે આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શનમાં ગડબડ થઈ છે તે તપાસનો વિષય છે. સંબંધિત ખાતાને તાત્કાલિક ફ્રીઝ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
    Published by:Nirali Dave
    First published: