Coronaના 'ડર'થી 20 વર્ષ બાદ થઈ ઘર વાપસી, પત્ની બોલી - હૃદયને હવે શાંતી મળી

News18 Gujarati
Updated: August 12, 2020, 8:56 PM IST
Coronaના 'ડર'થી 20 વર્ષ બાદ થઈ ઘર વાપસી, પત્ની બોલી - હૃદયને હવે શાંતી મળી
coronavr આફત ધનબાદના એક પરિવાર માટે ખુશી લઈને આવી છે. જીહાં, કોરોના મહામારીએ પારિવારીક વિવાદના કારણે 20 વર્ષ પહેલા ઘરેથી ભાગેલા એક વ્યક્તિને તેના પરિવારને મળાવી દીધો

coronavr આફત ધનબાદના એક પરિવાર માટે ખુશી લઈને આવી છે. જીહાં, કોરોના મહામારીએ પારિવારીક વિવાદના કારણે 20 વર્ષ પહેલા ઘરેથી ભાગેલા એક વ્યક્તિને તેના પરિવારને મળાવી દીધો

  • Share this:
ધનબાદ: કોરોના વાયરસ હવે મહામારીનું રૂપ લઈ ચુકી છે. સાચે જ આ બીમારીના કારણે તમામ લોકો પરેશાન છે, તો અનેક લોકએ પોતાનો જીવ પણ ખોયો છે. પરંતુ આ આફત ધનબાદના એક પરિવાર માટે ખુશી લઈને આવી છે. જીહાં, કોરોના મહામારીએ પારિવારીક વિવાદના કારણે 20 વર્ષ પહેલા ઘરેથી ભાગેલા એક વ્યક્તિને તેના પરિવારને મળાવી દીધો છે.

2000ના વર્ષમાં ઘરેથી ભાગ્યો હતો અને...

ધનબાદના ઝરિયામાં એક એવો જ મામલો જોવા મળ્યો છે, જ્યાં લિલોરી પથરાના રહેવાસી સત્ય નારાયણ યાદવ (ઉંમર 55 વર્ષમાં) હવે પોતાના પરિવારને મળી શક્યો છે. તેણે 2000માં થયેલા પારિવારીક વિવાદ બાદ ઘર છોડી ભાગી ગયો હતો, અને લિલોરી પથરામાં નામ બદલીને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. જોકે, તે ગાયબ થઈ જતા તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ તે મળી શક્યો ન હતો.

આવી રીતે ખુલી પોલ

ઘરેથી બાગ્યા બાદ સત્ય નારાયણ યાદવ વજન માપવાનું મશીન ખરીદી લોકોનું વજન માપી પોતાનું જીવન ચલાવી રહ્યો હતો, પરંતુ ગત અઠવાડીયાથી તેની તબીયત ઘણી ખરાબ ચાલી રહી હતી. બીમાર થવાના કારણે તાવ, ઉધરસ અને શરદી થઈ ગઈ હતી અને ઘરમાં જ પડ્યો રહેતો હતો, પરંતુ કોરોના મહામારીમાં તાવ અને ઉધરસના લક્ષણ હોવાના કારણે આસપાસ રહેતા લોકોને ભય સતાવવા લાગ્યો, જેને લઈ ગ્રામજનોએ તેના સગા-સંબંધીઓનું નામ અને એડ્રેસ પુછ્યું, પરંતુ તેણે કહ્યું મારૂ કોઈ નથી અને મારૂ કોઈ ગામ નથી. ત્યારબાદ ગ્રામજનોએ ઝરિયા પોલીસને સૂચના આપી. સૂચના મળતા પોલીસ લિલોરી પથરા પહોંચી અને યાદવને પોતાની ભાષામાં ફુછ્યું. જ્યારે પોલીસે કડક વલમ અપનાવતા સત્ય નારાયણ આખરે તૂટ્યો અને રોવા લાગ્યો.

આ પણ વાંચોVIDEO: માત્ર 6 દિવસના બાળકને ક્રૂરતાથી માર મારતી હતી આયા, CCTV જોઈ મા-બાપ રોઈ પડ્યા તેણે કહ્યું, મારૂ નામ સત્ય નારાયણ યાદવ નથી પરંતુ ગજાધર સોનાર છે. હું 2000ના વર્ષમાં ઘરેલુ વિવાદના કારણે ઘરેથી ભાગી ઝરિયા આવી ગયો હતો. હું બેલ ગઢ ઝુમરી તલૈયાના કોડરમા ગામનો રહેવાસી છું. તેણે પોલીસને કહ્યું, તે 1985થી 2000 સુધી પાલ એન્ટરપ્રાઈઝ મેડિકલમાં કામ કરતો હતો, આ સમયે પરિવારમાં ઝગડો થઈ ગયો અને કોઈને કહ્યા વગર કંટાળી ઘરેથી ભાગી આવ્યો.

ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ ગ્રામજનોએ અને પોલીસે ગજાધર સોનારના વતન તેના ઘરે જાણ કરી. ત્યારબાદ તેની પત્ની અનીતા દેવી અને પુત્ર ચંદ્રશેખર સોનાર લિલોરી પથરા પહોંચ્યા. પતિને આ અવસ્થામાં જોઈ પત્ની પણ રોવા લાગી. અનીતા દેવીએ કહ્યું કે, તેમના ગુમ થવાની ફરિયાદ અમે પોલીસ સ્ટેશનમાં આપી હતી, અમે પણ શોધવાની ખુબ કોશિસ કરી હતી. પરંતુ ક્યાંય મળી શક્યા ન હતા. હવે મળી જતા હૃદયને ખુબ શાંતી મળી છે.
Published by: kiran mehta
First published: August 12, 2020, 8:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading