Home /News /national-international /

ઝારખંડના દંપતીનો દાવો- 'પાક.થી પરત ફરેલી ગીતા તેમની પુત્રી'

ઝારખંડના દંપતીનો દાવો- 'પાક.થી પરત ફરેલી ગીતા તેમની પુત્રી'

પાકિસ્તાનથી પરત ફરેલી ગીતા

અરુણ પાલે જણાવ્યું કે, તેની પાસે તેની પુત્રીની કોઈ તસવીર નથી. પુત્રી ગુમ થયાની ફરિયાદ પણ તેણે કોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી નથી.

    ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં રહેતા અરુણ પાલ અને કિશોરી પાલે દાવો કર્યો છે કે પાકિસ્તાનથી પરત આવેલી ગીતા તેની પુત્રી છે. અરુણ પાલે જણાવ્યું કે જ્યારે તેની પુત્રી નવ વર્ષની હતી ત્યારે જમશેદપુરથી સાલગાઝુરી રેલવે સ્ટેશન
    વચ્ચે ગુમ થઈ ગઈ હતી. પુત્રીને ગુમ થયાને આજે 23-24 વર્ષ થઈ ગયા છે.

    અરુણ પાલે જણાવ્યું કે તેમણે શરૂઆતના સાત વર્ષ સુધી પોતાની પુત્રીની શોધખોળ કરી હતી. સાત વર્ષ સુધી તે નહીં મળતા આખરે થાકીને પુત્રીની શોધખોળ બંધ કરી દીધી હતી. ગીતાને વર્ષ 2015માં પાકિસ્તાનથી ભારત લાવવામાં આવી હતી. ભારત પરત ફર્યા બાદ ગીતા ઇન્દોરમાં મૂક-બધિર માટે ચલાવવામાં આવતી સંસ્થામાં રહે છે.

    અરુણ પાલે જણાવ્યું કે, તેની પાસે તેની પુત્રીની કોઈ તસવીર નથી. પુત્રી ગુમ થયાની ફરિયાદ પણ તેણે કોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી નથી. અરુણ પાલની બે પુત્રીઓ અને એક પુત્ર છે. ગામના લોકો પણ આ વાતનો ઉલ્લેખ કરે છે.

    ગીતા પોતાની પુત્રી હોવાનો દાવો કરનાર દંપતી


    અરુણ પાલની મોટી પુત્રી ગીતા અંગે ગામના લોકો કહે છે કે તે ભાંગ્યુ તૂટ્યું બોલી શકતી હતી પરંતુ ગામના તમામ લોકો તેને મૂંગી કહીને જ બોલાવતા હતા.

    પાકિસ્તાનથી પરત ફરેલી ગીતાને મળવા માટે અરુણ પાલ અને કિશોરી પાલ ખૂબ જ આતુર છે. પરંતુ પોતાની પાસે પૈસા ન હોવાને કારણે તેઓ દિલ્હી નથી જઈ શકતા. તેમણે પત્ર લખીને ગીતા પોતાની દીકરી હોવાની વાત સુષ્મા
    સ્વરાજને લખી મોકલી છે. દિલ્હીમાંથી તેમને એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ અંગે ડીએનએ પરીક્ષણ કરવું પડશે.

    અરુણ પાલ કહે છે કે તેઓ ડીએનએ ટેસ્ટ માટે તૈયાર છે. જો ગુમ થયેલી ગીતા તેની પુત્રી છે તો તે તેને ચોક્કસ ઘરે પરત લાવશે.

    ગીતાના પિતા હોવાનો દાવો કરનાર અરુણ પાલે કહ્યું કે, તેની પુત્રી ગૂમ થઈ હતી ત્યારે તેઓ માટીના વાસણ બનાવવાનું કામ કરતા હતા. તેમને આશા છે કે કદાચ માટીના વાસણો જોઈને ગીતાને કંઈક યાદ આવી જાય.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Arun Pal, Claim, Geeta, Geeta Return from Pakistan, Jharkhand Couple, Kishori Pal, પાકિસ્તાન, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन