ન્યૂઝ18 ગુજરાતી: સમગ્ર દેશમાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યુ છે. આ ઠંડી ગરીબો અને સામાન્ય માણસો માટે મોત બનીને ત્રાટકી છે. મળતી માહિતી પ્રમાણે, ઝારખંડમાં ઠંડીનાં કારણે પાંચ લોકોનાં મોત નિપજ્યા છે.
ઝારખંડ રાજ્યમાં ઠંડીનાં કારણે બે માણસો ઇચ્છક અને હજારીબાગ, એક વ્યક્તિ પાલમુ, એક વ્યક્તિ ધનબાદ અને એક વ્યક્તિનું સિંઘભૂમમાં મોત નિપજ્યું હતું. દેશની રાજધાની દિલ્હીમાં પણ લધુત્તમ તાપનાન ચાર ડિગ્રી જેટલું નીચે પહોંચી ગયું હતું. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તરફથી આવતી બર્ફિલી ઠંડી હવાના કારણે દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધે છે.
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આવનારા ચાર દિવસ દરમિયાન, પંજાબ, હરિયાણા, ચંદિગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તિસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં હવામાન ધૂંધળુ રહેશે. આ સિવાય, લઘુત્તમ તાપમાન હજુ ત્રણ ડિગ્રી સુંધી ઘટે તેવી શક્યતા છે. જો કે, આગમી દિવસોમાં લધુત્તમ તાપમાન વધારે ઘટે તેવી શક્યતાઓ નથી. પણ હાલમાં જે ઠંડીનું જે વાતાવરણ છે તે આગામી ચાર દિવસ સુંધી જળવાઇ રહે તેવી શક્યતાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરભારત સહિત દેશનાં અનેક રાજ્યોમાં ઠંડીનું તિવ્ર મોજુ ફરી વળતા તેની જનજીવન પર અસર પડી છે. બીજી તરફ, સાઉથ ઇન્ડિયામાં આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠે થોડા દિવસો પહેલા જ, વરસાદી વાવાઝોડું ત્રાટક્યુ હતુ.
ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત રહ્યું છે અને તેની અસર વ્યાપક જનજીવન પર દેખાઇ રહી છે. મોડા સાંજ પછી ગામડાઓ અને શહેરોમાં ચહલ-પહલ ઓછી થઇ જાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર