Home /News /national-international /Illegal Mining Case: ઝારખંડના CM હેમંત સોરેનને EDએ સમન્સ પાઠવ્યું, પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા
Illegal Mining Case: ઝારખંડના CM હેમંત સોરેનને EDએ સમન્સ પાઠવ્યું, પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા
CM હેમંત સોરેનને EDએ સમન્સ પાઠવ્યું
Illegal Mining Case: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ગુરુવારે સીએમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપી પંકજ મિશ્રાના ઘરેથી મુખ્યમંત્રી હેમંત સોરેનના નામના અનેક બેંકિંગ દસ્તાવેજો મળી આવ્યા છે. ED મુખ્યમંત્રીના નામે ચેકબુક, પાસબુક વગેરે દસ્તાવેજો અંગે પૂછપરછ કરશે. આ સમગ્ર મામલો ગેરકાયદેસર ખાણકામ સાથે જોડાયેલો છે.
દિલ્હી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ગુરુવારે સીએમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપી પંકજ મિશ્રાના ઘરેથી મુખ્યમંત્રી હેમંત સોરેનના નામના અનેક બેંકિંગ દસ્તાવેજો મળી આવ્યા છે. ED મુખ્યમંત્રીના નામે ચેકબુક, પાસબુક વગેરે દસ્તાવેજો અંગે પૂછપરછ કરશે. આ સમગ્ર મામલો ગેરકાયદેસર ખાણકામ સાથે જોડાયેલો છે.
શું છે મામલો
મુખ્યમંત્રીને પૂછપરછ માટે સમન્સ જારી કરવાનું મુખ્ય કારણ તેમના ખાસ પ્રતિનિધિ પંકજ મિશ્રાની ગેરકાયદેસર ખાણકામ અને અન્ય કેસોમાં સંડોવણી ઉપરાંત રૂ. 42 કરોડથી વધુની સંપત્તિઓ ઉભી કરવાનું છે. તેમાં મની લોન્ડ્રિંગના આરોપમાં ફસાયેલા IAS અધિકારી પૂજા સિંઘલને ખાણ વિભાગ સોંપવાના કારણો સિવાય પ્રેમ પ્રકાશના ઘરેથી મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સુરક્ષા માટે તૈનાત જવાનોને ફાળવવામાં આવેલી બે AK-47 અને 60 બુલેટનો સમાવેશ થાય છે.
EDએ સાહિબગંજમાં ગેરકાયદેસર ખાણકામની તપાસ દરમિયાન પુરાવા એકત્ર કર્યા છે કે પંકજ મિશ્રા અને તેના સહયોગીઓ ગેરકાયદેસર ખાણકામના મામલામાં મુખ્યમંત્રીનું નામ લઈને જિલ્લાના અધિકારીઓને ડરાવતા હતા. તે જ સમયે, અધિકારીઓને મુખ્યમંત્રીના રાજકીય દબદબોનો ઉપયોગ કરીને કાર્યવાહી કરતા અટકાવવામાં આવ્યા હતા. સાહિબગંજમાં દરોડા દરમિયાન, EDને પંકજ મિશ્રાના ઘરેથી એક પરબિડીયું મળ્યું હતું, જેમાં મુખ્યમંત્રીના બેંક ખાતા સાથે જોડાયેલી ચેકબુક હતી. ગેરકાયદેસર ખાણકામના કેસમાં ધરપકડ કરાયેલ પ્રેમ પ્રકાશે પૂછપરછ દરમિયાન તેના રાજકીય સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર