COVID-19: ઝારખંડમાં માસ્ક ન પહેરતા કે સેફ્ટી પ્રોટોકોલ તોડતાં 1 લાખ રૂપિયાનો દંડ, 2 વર્ષની જેલ

News18 Gujarati
Updated: July 23, 2020, 2:33 PM IST
COVID-19: ઝારખંડમાં માસ્ક ન પહેરતા કે સેફ્ટી પ્રોટોકોલ તોડતાં 1 લાખ રૂપિયાનો દંડ, 2 વર્ષની જેલ
વધતા કોરોના સંક્રમણના કેસોની વચ્ચે ઝારખંડની હેમંત સોરેન સરકાર કડક અમલ કરવાના મૂડમાં, લીધા મોટા નિર્ણય

વધતા કોરોના સંક્રમણના કેસોની વચ્ચે ઝારખંડની હેમંત સોરેન સરકાર કડક અમલ કરવાના મૂડમાં, લીધા મોટા નિર્ણય

  • Share this:
ભુવનકિશોર ઝા, રાંચીઃ દેશભરમાં વધતા કોરોના સંક્રમણ (Corona Infection)ના મામલાઓની વચ્ચે હવે ઝારખંડની હેમંત સોરેન (Hemant Soren) સરકાર કડક અમલ કરવાના મૂડમાં છે. નવી ગાઇડલાઇન્સના ઉલ્લંઘન પર બે વર્ષની જેલ કે એક લાખ રૂપિયાનો દંડ જમા કરાવવો પડી શકે છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં 39 પ્રસ્તાવો પર મહોર મારવામાં આવી. જેમાં કોરોનાને લઈ જાહેર ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન સંબંધી વટહુકમની મંજૂરી આપવામાં આવી, જે મુજબ બે વર્ષની સજા કે એક લાખના દંડની જોગવાઈ રાખવામાં આવી છે.

કેબિનેટ બેઠકમાં બુધવારે ઝારખંડ સંક્રમણ રોગ વટહુકમ-2020ને સ્વીકૃતિ આપવામાં આવી છે. એટલે કે હવે સામાજિક અંતરનું પાલન કરતાં, માસ્ક ન પહેરતાં, ઓફિસ અને દુકાનો માટે જાહેર દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સરકાર કાર્યવાહી કરી શકશે.

આ પણ વાંચો, કોરોનાના કહેરે ફરી રેકોર્ડ તોડ્યોઃ 24 કલાકમાં 45,720 નવા કેસ નોંધાયા, 1,129 દર્દીનાં મોત

ઝારખંડના કેબિનેટ સચિવ અજય કુમારે જણાવ્યું કે, સરકાર તરફથી લૉકડાઉનના સંબંધમાં સમયાંતરે દિશા-નિર્દેશ લાગુ કરવામાં આવી રહ્યા છે. તેમાં જોવા મળતું હતું કે લોકો તેના પાલનમાં બેદરકારી દાખવતા હતા. પરંતુ રાજ્યમાં આ વિષયમાં સંબંધિત દંડ માટે કોઈ એક્ટ નહોતો તેના કારણે સરકાર કડક કાર્યવાહી નહોતી કરી શકતી.

કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે જાણકારી આપતાં અજય કુમાર સિંહે જણાવ્યું કે કેબિનેટે ઝારખંડ રાજ્યના નવા રાજ્ય ચિહ્ન ને પણ મંજૂરી આપી દીધી છે. તેમાં પલાસનું ફૂલ, હાથી અને અશોક સ્તંભને દર્શાવતા ઝારખંડની હરિયાળી ધરતીને દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો, મુંબઈમાં હવે નવી બીમારીનો ખતરો, કોરોના પોઝિટિવ 18 બાળકો PMISના શિકાર

કેબિનેટમાં આ ઉપરાંત લેવામાં આવ્યો છે કે, કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીએ દેશના અન્ય રાજ્યોમાં લોકડાઉનના કારણે ફસાયેલા ઝારખંડ રાજ્યના લોકોની સહાયતા હેતુ તેમને DBTના માધ્યમથી રકમ ઉપલબ્ધ કરાવવાની સ્વીકૃતિ આપવામાં આવી છે.
Published by: Mrunal Bhojak
First published: July 23, 2020, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading