ઝારખંડ: ગઢવામાં બસ ખીણમાં પડી, 7 લોકોનાં મોત, 40 ઘાયલ

News18 Gujarati
Updated: June 25, 2019, 9:49 AM IST
ઝારખંડ: ગઢવામાં બસ ખીણમાં પડી, 7 લોકોનાં મોત, 40 ઘાયલ
સ્થાનિકો અને પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા.

વળાંકમાં ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં બસ ખીણમાં પડી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ઝારખંડના ગઢવા જિલ્લામાં પેસેન્જર્સ ભરેલી બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત સાત પેસેન્જર્સનાં મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતાં જ ત્યાં એકત્ર થયેલા લોકો અને પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને ઘાયલોને બહાર કાઢ્યા. ત્યારબાદ તેમની નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી ગઢવા જઈ રહી હતી. આ બસમાં 59 લોકો સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ બસની ઝડપ ઘણી વધુ હતી. આ દરમિયાન વળાંક આવતા ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધો જેના કારણે દુર્ઘટના બની.
Loading...

આ પણ વાંચો, બાડમેર : 'ઊભા થાવ, ભાગો...' પંડાલ પડતા પહેલાનો વીડિયો આવ્યો સામે

અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો અંબિકાપુરના રહેવાસી છે.
First published: June 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...