CAA પર PM મોદીએ કહ્યું - આ કાનૂનથી કોઈપણ મુસલમાનની નાગરિકતાને ખતરો નથી

News18 Gujarati
Updated: December 17, 2019, 4:54 PM IST
CAA પર PM મોદીએ કહ્યું - આ કાનૂનથી કોઈપણ મુસલમાનની નાગરિકતાને ખતરો નથી
CAA પર PM મોદીએ કહ્યું - આ કાનૂનથી કોઈપણ મુસલમાનની નાગરિકતાને ખતરો નથી

વિપક્ષની સૌથી મોટી પાર્ટી અને તેના સહયોગી રાજનીતિક ઉદ્દેશ્યો માટે મુસલમાનને ભડકાવી રહ્યા છે- PM મોદી

  • Share this:
સાહેબગંજ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra modi)એ ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand assembly election 2019) ના સિલસિલામાં સાહેબગંજમાં રેલીને સંબોધિત કરતા નાગરિકતા સંશોધન કાનૂન (CAA) પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ કાનૂનથી તે મુસલમાન હોય કે બીજા કોઈ ધર્મનો તેની ભારતીય નાગરિકતા પર કોઈ અસર પડશે નહીં. ઝારખંડમાં એક ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ નાગરિકતા સંશોધન કાનૂનને લઈને ફરી એક વખત તસવીર સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું હતું કે CAAમાં કોઈપણ ભારતીયનો કોઈપણ પ્રકારનો અધિકાર છીનવવામાં આવશે નહીં. તેમણે કૉંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી અને તેના સહયોગી રાજનીતિક ઉદ્દેશ્યો માટે મુસલમાનને ભડકાવી રહ્યા છે.

કૉંગ્રેસને આપ્યો ખુલ્લો પડકાર
પીએમ મોદીએ ચૂંટણી રેલીમાં કૉંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો હતો. પીએમે કહ્યું હતું કે કૉંગ્રેસ અને તેના સાથી અફવા ફેલાવી રહ્યા છે. પીએમે કૉંગ્રસને પડકાર આપતા કહ્યું કે હું કૉંગ્રેસ અને તેના સહયોગીને પડકાર આપું છું કે જો તેમનામાં દમ હોય તો ખુલ્લેઆમ એ વાતની જાહેરાત કરે કે દરેક પાકિસ્તાની નાગરિકને ભારતીય નાગરિકતા આપશે. આ સિવાય કહે કે તે જમ્મુ કાશ્મીર અને લદાખમાં આર્ટિકલ 370 ફરી લાવશે.

આ પણ વાંચો - CAA પર બબાલ : દિલ્હીના જાફરાબાદમાં હિંસા ભડકી, અનેક વાહનોમાં તોડફોડ, પોલીસ દ્વારા ટિયરગેસનો ઉપયોગ

ગોરીલા પોલિટિક્સ બંધ કરે કૉંગ્રેસ
પીએમ મોદીએ સ્પષ્ટ કરતા કહ્યું કે છાત્ર શાંતિપૂર્ણ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડે. છાત્રોએ પોતાનું અને સંસ્થાનોનું મહત્વ સમજવું જોઈએ. કૉંગ્રેસ ગોરીલા પોલિટિક્સ બંધ કરવી જોઈએ. CAA કોઈની નાગરિકતા ઝુંટવશે નહીં. કૉંગ્રેસે મુસલમાનોને ફક્ત વોટબેન્કમાં રુપમાં જોયા છે.
First published: December 17, 2019, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading