ઝારખંડ: ઈદમાં કુરબાનીને લઈ વિવાદ, 7 પોલીસકર્મી અને 14 ગ્રામજનો ઘાયલ

ફાઈલ ફોટો

આરોપ છે કે, કુરબાની માટે અહીં ગાય લાવવામાં આવી હતી, જેના સમાચાર મળતા જ પોલીસે ગાયને પોતાના કબજામાં લીધી.

 • Share this:
  ઝારખંડના પાકુડના ડાગા પાડા ગામમાં બકરી ઈદના દિવસે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે હિંસા થઈ. આરોપ છે કે, કુરબાની માટે અહીં ગાય લાવવામાં આવી હતી, જેના સમાચાર મળતા જ પોલીસે ગાયને પોતાના કબજામાં લીધી. આ વિવાદ વકર્યો. સ્થાનિક લોકો રોષે ભરાયા. ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસે ફાયરીંગ પણ કરવું પડ્યું. આ ઘટનામાં 7 પોલીસકર્મી અને 14 ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા. તમને જણાવી દઈએ કે, ઝારખંડમાં 2015માં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  ભીડે મહેશપુર પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. આ ઘટનાની જાણકારી મળતા જ આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી મદદ મોકલવામાં આવી, ત્યારબાદ પ્રદર્શનકારીઓ પર લાઠાચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડી ભીડ પર કાબુ મેળવવાની કોશિસ કરવામાં આવી. તમામ ઘાયલોને વીરભૂમની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં પૂરા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.

  રાજ્ય સરકારે 18 ઓગષ્ટના રોજ તમામ જીલ્લાના અધિકારીઓને સૂચના આપી હતી કે, ધ્યાન રાખવામાં આવે કે બકરી ઈદના દિવસે ગૌ હત્યા કરવામાં ન આવે. સંથાલ પરગણા વિસ્તારના પોલીસ ઉપ મહાનિરિક્ષક રાજ કુમાર લાકડાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ગૌ હત્યાની સૂચના મળતા પોલીસની એક ટીમ પાકુડ જીલ્લાના મહેશપુર થનાંર્ગત દંગાપાડા ગામમાં ગઈ હતી. આ દરમ્યાન તેમણે પથ્થરમારાનો સામનો કરવો પડ્યો.

  તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં ચાર પોલીસકર્મી પણ ઘાયલ થયા છે, અને નજીકના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ સારી સારવાર માટે તેમને પાકુડની હોસ્પિટલમાં મોકલી દીધા છે. લાકડાએ જણાવ્યું કે, જીલ્લા પોલીસ અધ્યક્ષ શૈલેન્દ્ર પ્રસાદ બર્નવાલ કાયદો અને વ્યવસ્થાને બનાવી રાખવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી લઈ પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે, સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.
  Published by:kiran mehta
  First published: