ઝારખંડઃ ગુમલા જિલ્લામાં ટ્રકે ઓટોને ટક્કર મારતા 12 લોકોનાં મોત

News18 Gujarati
Updated: January 15, 2018, 10:56 AM IST
ઝારખંડઃ ગુમલા જિલ્લામાં ટ્રકે ઓટોને ટક્કર મારતા 12 લોકોનાં મોત
અકસ્માતમાં 11 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા

મુખ્યમંત્રી રઘુબર દાસે દુર્ઘટના પર દુઃખ પ્રગટ કર્યું છે, તેમજ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

  • Share this:
ઝારખંડના ગુમલા જિલ્લામાં એક પૂરપાટ ઝડપે જતી ટ્રકે ઓટોને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડામાં આવ્યા છે.

આ ગમખ્વાર અકસ્માત નેશનલ હાઈવે નંબર- 43 પર પલમાડીપા પાસે થયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે ભોગ બનેલા તમામ લોકો સંબંધીના ઘરે એક પ્રસંગે ગયા હતાં, જ્યાંથી ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ સમય દરમિયાન તેમની ઓટોને ટ્રકે ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઘટનાસ્થળે જ 11 લોકોનાં મોત થઈ ગયા હતા જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. મૃતકોમાં છ મહિલા, ચાર બાળકો અને બે પુરુષનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ મીડિયા અને પોલીસકર્મીઓ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં લાગ્યા હતા. આ સમય દરમિયાન કેન્દ્રીય મંત્રી સુદર્શન ભગતનો કાફલો અહીંથી પસાર થયો હતો. સ્થાનિક લોકો અને પોલીસે તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી ઘાયલોને તેમની ગાડીમાં તાત્કાલિક સારવાર માટે ખસેડી શકાય. જોકે, કેન્દ્રીય મંત્રીનો કાફલો રોકાયો ન હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

ગામ લોકોના જણાવ્યા પ્રમાણે મોટાભાગના મૃતકો એક જ પરિવારના છે. તમામ ઓટોમાં સવાર થઈને રાંચી જિલ્લાના ગુડગાંવ સ્થિત સંબંધીના ઘરે એક પ્રસંગે ગયા હતા.

મુખ્યમંત્રી રઘુબર દાસે દુર્ઘટના પર દુઃખ પ્રગટ કર્યું છે, તેમજ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

Story:  Sushil Kumar Singh | ETV Bihar/Jharkhand
First published: January 15, 2018, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading