Home /News /national-international /ઈન્ટર કોલેજમાં ભણતી બે છોકરીને એકબીજા સાથે પ્રેમ થયો, ઘરેથી દૂર ભાગી ભાડાના મકાનમાં રહેવા લાગી

ઈન્ટર કોલેજમાં ભણતી બે છોકરીને એકબીજા સાથે પ્રેમ થયો, ઘરેથી દૂર ભાગી ભાડાના મકાનમાં રહેવા લાગી

પ્રતિકાત્મક તસવીર

બંને છોકરી રહસ્યમય રીતે ગુમ થતાં પોલીસે કોઈ પણ પ્રકારનું મોડુ કર્યા વિના આ મામલામાં કાર્યવાહી શરુ કરી. સૂચના મળતા પોલીસે મધ્ય પ્રેદશના હરપાલપુર જિલ્લામાં જઈને એક મોહલ્લામાં દરોડા પાડ્યા જ્યાં બંને વિદ્યાર્થિની ભાડાના મકાનમાં રહેતી હતી.

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Jhansi, India
ઝાંસી: યૂપીના ઝાંસીમાં ફરી એક વાર સમલૈંગિક પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે, જે પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે. અહીં ઈંટરમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ વચ્ચે પ્રથમ મુલાકાત બાદ પ્રેમ થયો અને બાદમાં આ પ્રેમનું ભૂત એવું સવાર થયું કે, આખરે પોલીસને વચ્ચે પડવું પડ્યું.

હકીકતમાં આ મામલો ઝાંસીના મઉરાનીપુર કોતવાલી વિસ્તારનો છે. જ્યાં ઈંટર કોલેજમાં અભ્યાસ કરતી બે બહેનપણીને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. છેલ્લા 3 વર્ષથી બંને સખીઓ એક સાથે રહેતી હતી. એક જ થાળીમાં ખાવાનું ખાતી હતી. વિદ્યાર્થિનીઓનો આવો પ્રેમ જોઈને પહેલા તો દરેકને ખૂબ જ સારી દોસ્તી હોવાનું માનતા. પણ બાદમાં આ બંને દોસ્તીથી આગળ વધીને વિચિત્ર હરકતો કરવા લાગી, તો પરિવારના લોકોએ બંને પર નજર રાખવાનું શરુ કર્યું. જો કે, પરિવારને જ્યારે આ બંને વચ્ચેના પ્રેમની ગંધ આવી તો, એકબીજાને મળવા પર પ્રતિબંધ લગાવી દીધો.
" isDesktop="true" id="1349391" >

બંનેને મળવાનું બંધ થયું તો ખતરનાક પગલું ઉઠાવ્યું


એક સાથે જીવવા મરવાની કસમો ખાતી આ બંને વિદ્યાર્થિની એક બીજાને મળી ન શકતા સનસનીખેજ પગલું ઉઠાવ્યું. તેમાંથી એક છોકરીએ પોતાના હાથની નસો કાપી નાખો. ત્યાર બાદ પરિવારમાં હડકંપ મચી ગયો. બંને વિદ્યાર્થિનીઓના પરિવારે તેમને હોસ્પિટલમાં લઈ સારવાર કરાવી અને જીવ બચાવ્યો.

એક સાથે ઘર છોડવાનો નિર્ણય લીધો


26 ફેબ્રુઆરીએ બંને વિદ્યાર્થિનીઓએ પરિવારના ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી ગઈ. ઘરે ભાગતા પહેલા બંનેએ જિંદગી ભર સાથે રહેવાની અને જીવવા મરવાની કસમો ખાધી. ઝાંસીની બંને વિદ્યાર્થિની ભાગીને મધ્યપ્રદેશના હરપાલપુર જિલ્લામાં જઈને ભાડાના મકાનમાં રહેવા લાગી. મકાનનું ભાડૂ આપવા માટે તેમણે સોનાની ચેઈન પણ વેચી દીધી. આ બાજૂ બંને છોકરી ઘરેથી ભાગી જતાં પરિવારના લોકોએ શોધખોળ આદરી. ત્યાર બાદ જ્યારે ક્યાંય પત્તો ન લાગ્યો તો, આખરે મઉરાનીપુર પોલીસ સ્ટેશન પહોંચી બંને છોકરીને શોધ કરી આપવા માટે ભલામણ કરી.

આ પણ વાંચો: બિઝનેસ આઈડીયા: આ મરઘી સામે કડકનાથ મરઘાનું કંઈ ન આવે, એક ઈંડાની કિંમત 100 રૂપિયા

બંને છોકરી રહસ્યમય રીતે ગુમ થતાં પોલીસે કોઈ પણ પ્રકારનું મોડુ કર્યા વિના આ મામલામાં કાર્યવાહી શરુ કરી. સૂચના મળતા પોલીસે મધ્ય પ્રેદશના હરપાલપુર જિલ્લામાં જઈને એક મોહલ્લામાં દરોડા પાડ્યા જ્યાં બંને વિદ્યાર્થિની ભાડાના મકાનમાં રહેતી હતી. પોલીસે બંને છોકરીને ઝાંસી લઈને આવી. જ્યારે પોલીસે કહ્યું કે, ઘરે જવાનું છે, તો તેમણે ઘરે જવાને બદલે પોલીસ કસ્ટડીમાં રહેવાનું પસંદ કર્યું અને પોતાના ઘરે જવાની સ્પષ્ટ ના પાડી દીધી.

આ દરમિયાન મજિસ્ટ્રેટ સામે બંને છોકરીઓના નિવેદન નોંધવા માટે હાજર કર્યા. આ દરમિયાન એક છાત્રાએ કહ્યું કે, તે ખુદ વયસ્ક છે અને પોતાની મરજીથી નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. જો કે, તે મા-બાપ સાથે જવા માટે હજૂ પણ રાજી નથી. તો વળી બીજી સગીર છાત્રાએ પણ પોતાની જીદ પકડી. તેનું પણ કહેવું છે કે, તે પોતાના પ્રેમ સાથે રહેવા માગે છએ. જો કે, બાદમાં આ બંનેમાંથી એક છાત્રા પોતાના પરિવાર સાથે જવા માટે રાજી થતી દેખાય છે, પણ હાલમાં બંનેને સંરક્ષણ કેન્દ્રમાં મોકલવામા આવી છે. જ્યાં બંનેનું કાઉન્સલિંગ થઈ રહ્યું છે. બાદમાં બંનેને પોતાના પરિવારને સોંપી દેવામાં આવી છે.
First published:

Tags: Love affair, Uttar Pradesh‬

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો