VIDEO: ઝાંસીમાં એક ડોક્ટરે યુવકના કપાયેલા પગનો જ બનાવ્યો તકીયો

  • Share this:
    યુપીના ઝાંસીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘાયલ યુવકના પગને કાપ્યા બાદ ડોક્ટર્સ દ્વારા એ જ કપાયેલા પગનો તકીયો બનાવીને યુવકના માથા નીચે રાખવામાં આવ્યો હતો. ડોક્ટર્સની આ કરતૂતને લઈને સૌ કોઈ હેરાન છે. જો કે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને આ જાણકારી મળ્યા પછી સીએમએસ ડૉ. હરીશ ચંદ્રએ એક સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સહિત 4 લોકોને સસ્પેન્ડ કરી દીધા.



    યુપીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ઘટનાની વિગત અનુસાર શનિવારે સવારે મઉરાનીપુર ક્ષેત્રમાં એક યુવકને મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યો હતો. રોડ અકસ્માતમાં ઘાયલ યુવાનની હાલત ખુબ જ ખરાબ હતી. જેથી ડોક્ટર્સને આ યુવકનો જમણો પગ કાપવો પડ્યો હતો. ઘાયલ થયેલા જમણા પગ નીચે ડોક્ટર્સ દ્વારા તકિયો રાખવામાં આવ્યો જ્યારે માથા નીચે રાખવા માટે કંઈ ન હતું એટલે ડોક્ટર્સ દ્વારા યુવકનો જ કપાયેલો પગને તકીયાની જેમાં યુવકના માથા નીચે રાખવામાં આવ્યો હતો.

    યુવક પુરો સમય કપાયેલા પગની દુર્ગંધથી પરેશાન રહ્યોં. પરિવારજનો પણ આ ઘટનાને જોઈને વિચલિત થઈ રહ્યાં હતા. ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ મેડિકલ કોલેજે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. અને સમગ્ર મામલે 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
    Published by:Nisha Kachhadiya
    First published: