VIDEO: ઘોડાપુર નદીના પુલ પર રીક્ષા તણાઈ ગઈ, લોકોનો જીવ તાળવે ચોંટ્યો, 2 યુવકોનો મહામુસીબતે જીવ બચ્યો

નદીમાં રીક્ષા તણાઈ

અહીં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, પરંતુ લોકો તે સ્વીકારવા તૈયાર નથી. ત્યારે, વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરે છે.

  • Share this:
    લલિતપુર : ઉત્તર પ્રદેશના લલિતપુર (Lalitpur) જિલ્લામાં ત્રણ દિવસથી થઈ રહેલા વરસાદને કારણે નદીઓ, નાળાઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. આ પછી પણ, લોકો નદી પાર કરી જીવ જોખમમાં મુકી નદી-નાળા પાર કરી રહ્યા છે. આ તાજો મામલો પોલીસ સ્ટેશન જાખૌરા વિસ્તારની ખેદર નદીનો છે. નદીના પુલ પર ખુબ પાણી આવ્યા પછી પણ, તેની ઉપરથી એક થ્રી વ્હીલર (રીક્ષા) નીકળી. અને જોત જોતામાં તે પાણીના પ્રવાહમાં તણાવા લાગી. સદ નશીબે રીક્ષામાં સવાર યુવકોને તરતા આવડતું હતું, અને મહામુસીબતે બંને તરીને બહાર આવ્યા અને જીવ બચ્યો. આ આખી ઘટનાનો વીડિયો નજીકમાં ઉભેલા લોકોએ રેકોર્ડ કર્યો હતો.

    સ્થાનિક લોકો કહે છે કે, નદીની આજુબાજુ કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી. લોકો દરરોજ પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. જિલ્લામાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વિસ્તારની નાની નદીઓ વહેતી થઈ છે. થોડો વરસાદ પડ્યા પછી આ નદીઓના પુલ પરથી પાણી વહેવા લાગે છે. જાખૌરાની ખેડદાર નદી પણ આવી જ એક નદી છે. નદીના પુલ પર પાણી પહોંચ્યા બાદ માર્ગ સંપૂર્ણ અવરોધિત થઈ જાય છે અને રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જાય છે.



    અને જોત જોતામાં રીક્ષા તણાઈ ગઈ

    આ નદીની આસ-પાસઘણા અનેક ગામ છે. ગામના લોકો ખરીદી માટે જાખૌરા આવે છે, પરંતુ નદી પર પાણી હોવાને કારણે આ લોકો ક્યારેક અટવાઈ જાય છે. ઉતાવળમાં, કેટલાક લોકો નદીના પુલ પર ઘણા ફુટ પાણી હોવા છતા તેને જીવના જોખમે પાર કરવા લાગે છે. કંઇક આવું જ આજે પણ બન્યું હતું, જ્યારે બ્રિજ ઉપર પાણી હોવા છતાં રીક્ષા પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તે જોરદાર ઘોડાપુરમાં તણાઈ ગઈ હતી. મહત્વનું એ હતું કે, વાહનમાં સવાર બંને તરવાનું જાણતા હતા, અને બહાર નીકળ્યા હતા. એવું કહેવામાં આવે છે કે, આ પહેલા પણ નદી પર આવી ઘટનાઓ બની છે. ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, પરંતુ લોકો તે સ્વીકારવા તૈયાર નથી. ત્યારે, વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરે છે.
    Published by:kiran mehta
    First published: