Home /News /national-international /

પ્રેમીએ પ્રેમિકાને બર્થ-ડે પર બોલાવી, કેક કાપવાની છરીથી જ પ્રેમીકાનું ગળુ કાપી નાખ્યુું, કારણ ચોંકાવનારૂ

પ્રેમીએ પ્રેમિકાને બર્થ-ડે પર બોલાવી, કેક કાપવાની છરીથી જ પ્રેમીકાનું ગળુ કાપી નાખ્યુું, કારણ ચોંકાવનારૂ

    Love Affair Murder : યુપી (UP) ના ઝાંસી (jhansi) શહેરમાં પ્રેમીએ તેની પ્રેમિકાને જન્મદિવસની પાર્ટીમાં બોલાવી તેનું ગળું કાપીને કરી નાખી હત્યા. (UP Jhansi Crime) ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.(Boyfriend silt Girlfriend neck) પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે 4 વર્ષથી તેમનો પ્રેમ સંબંધ હતો. પૈસા અને ઘરેણાંની માંગથી કંટાળી ગયો હતો. તેથી પ્રેમિકાની હત્યા કરી હતી. ( UP Police Investigation)

    આ બનાવ કોતવાલી શહેરના પોલીસ સ્ટેશનનો છે. મળતી માહિતી મુજબ તાલપુરામાં રહેતી મોનિકા ઉર્ફે મોના અહીરવાર (24) ના લગ્ન સાડા છ વર્ષ પહેલા લક્ષ્મીગેટ ખાતે રહેતા વિજય અહીરવાર સાથે થયા હતા. તેમને 5 વર્ષનો પુત્ર છે. 4 વર્ષથી મોનાનો ઓરછા ગેટ જુગિયાણા મોહલ્લામાં રહેતા નિખિલ પુત્ર રાધેશ્યામ ઉર્ફે નિક્કી સાહુ સાથે પ્રેમસંબંધ હતો. પતિએ જણાવ્યું કે, "બે વર્ષ પહેલા તેને આ સંબંધ વિશે ખબર પડી હતી. તેણે ઘણી વખત છૂટાછેડા માટે કહ્યું, મોનાએ ત્યારે ના પાડી. મોનાને ઘરની બહાર જતી અટકાવતા ત્યારે તે લડતી. 3 મહિના પહેલા તે ઝઘડો કરીને તેના પિયર રહેવા ગઈ હતી.15 દિવસ પહેલા જયારે ફોન આવ્યો ત્યારે ઘરે આવવાનું કહેતાં તેણે થોડા દિવસ પછી આવવાનું કહ્યું. બાદ શનિવારે રાત્રે તેની હત્યાની જાણ થઈ."

    આ પણ વાંચો-રક્ષાબંધનના બે દિવસમાં જ હચમચાવતી ઘટના, પાંચ ભાઈઓએ ભેગા થઈ બહેન અને તેના પ્રેમીની કરી હત્યા

    મોનિકા ઉર્ફે મોનુ અહિરવારનો બારાગાંવ ગેટની બહાર નિક્કી સાહુ સાથે પ્રેમસંબંધની વાત સંબંધીઓએ જણાવી હતી.ગઈકાલે રાત્રે નિક્કીનો જન્મદિવસ હતો. તેથી નિક્કીએ મોનિકાને સાંજે કેક કાપવા બોલાવી હતી. મોનિકા તેની સંબંધી મહિલા સાથે નારાયણબાગ ગઈ હતી, ત્યાં નિક્કી સાથે તકરાર થતાં તેણે મોનિકાના ગળામાં છરી મારી દીધી હતી. મોનિકાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઝાંસીના એસએસપી શિવ હરિ મીણાનું કહેવું છે કે પોલીસે હત્યારાને પકડી લીધો છે. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Up crime news, Uttar pradesh crime News, ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन