આ કેવી મજબૂરી: માત્ર 3 ફૂટ પહોળી આ સરકારી સ્કૂલમાં ભણે છે બાળકો, જુઓ - Video

500 બાળકો અભ્યાસ કરતા હતા આ સ્કૂલમાં

મજાની વાત એ છે કે, શિક્ષા વિભાગના અધિકારી સમય-સમય પર આ સ્કૂલનું નિરિક્ષણ કરવા પણ આવે છે. અહીં મિડ-ડે મિલ પણ બને છે.

 • Share this:
  આ કહાની છે યૂપીના ઝાંસી જીલ્લા પ્રાથમિક વિદ્યાલય, નઝાઈની. જ્યાં, બાળકો માત્ર 3 ફૂટ પહોળી સરકારી સ્કૂલમાં ભણવા મજબૂર છે. આ પ્રાઈવેટ નહી પરંતુ સરકારી સ્કૂલ છે. આ દેશની સૌથી નાની સ્કૂલ હશે, જ્યાં માત્ર આટલી જ જગ્યામાં શિક્ષકો અને બાળકો પણ બેસે છે. 'સર્વ શિક્ષા અભિયાન'ના નારા હેઠળ બધાને શિક્ષા આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સ્કૂલની આટલી ખરાબ હાલત કેમ છે. આ સ્કૂલની મજબૂરી કહો કે પછી ભારતનો અજૂબો, કોઈની સમજમાં નથી આવી રહ્યું. મેડમ ઉભા રહે છે, તેમના માટે બેસવાની જગ્યા નથી. હવે કેવી રીતે ભણતા હશે આ બાળકો તે વિચારવાની વાત છે.

  અભ્યાસ માટે આ સ્કૂલ ચાલી રહી છે. એક અજબ પ્રકારની આ સ્કૂલ હોવાથી લોકો તેને જોવા માટે આવે છે. મજાની વાત એ છે કે, બેસિક શિક્ષા વિભાગના અધિકારી સમય-સમય પર આ સ્કૂલનું નિરિક્ષણ કરવા પણ આવે છે. અહીં મિડ-ડે મિલ પણ બને છે. બાળકોને પુસ્તક અને ડ્રેસ પણ વહેંચવામાં આવે છે. તો આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે, આ સ્કૂલ નથી એક ગેલરી જ છે.

  સ્કૂલના પાડોશમાં રહેતા લોકો કહે છે કે, આ સ્કૂલ લગભગ 50 વર્ષથી ચાલે છે. પરંતુ, પહેલા આવી ન હતી. આ મુદ્દે જ્યારે શિક્ષા અધિકારી હરિવંશ કુમાર સિંહ સાથે વાત કરવામાં આવી તો, તેમણે જણાવ્યું કે, આ સ્કૂલ ભાડા પર હતી. હજુ આ સ્કૂલ સાથેનો કરાર ખતમ નથી થયો. અમે દર મહિને તેનું ભાડુ આપીએ છીએ. પરંતુ, સ્કૂલની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. જેથી નાના બાળકોને અહીં ગેલરીમાં બેસાડવામાં આવે છે. બાકીના બાળકો પાડોસમાં આવેલી બીજી સ્કૂલમાં સિફ્ટ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલને ખાલી કરવાની છે કે નહી આ નિર્ણય વિભાગમાં સચિવ સ્તરથી થશે.  કારણ જે પણ હોય પરંતુ આનું પરિણામ નાના-નાના બાળકોએ ભોગવવું પડી રહ્યું છે. સ્થળ પર પહોંચેલા રિપોર્ટરને સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પાણી પીવા માટે બહાર જવું પડે છે. તો ટૉયલેટ ન હોવાના કારણે ઘરે જવું પડે છે.

  500 બાળકો અભ્યાસ કરતા હતા આ સ્કૂલમાં
  નાની આ સ્કૂલમાં એક સહાયક શિક્ષક છે તો એક શિક્ષામિત્ર છે. તેમણે જણાવ્યું કે, સ્કૂલની હાલત જર્જરીત થઈ તે પહેલા અહીં 500 બાળકો અભ્યાસ કરતા હતા. પરંતુ, સ્કૂલ જ્યારે પડવા જેવી થઈ તો, બાળકોની સંખ્યા ઘટી ગઈ. હવે સ્કૂલમાં 22 બાળકો ભણે છે. જ્યારે આવે છે માત્ર 10થી 12 જ બાળક.
  Published by:kiran mehta
  First published: