Home /News /national-international /

હદ થઈ ગઈ! રેપ પીડિતા અને તેના પરિવાર સાથે મારપીટ, Video વાયરલ

હદ થઈ ગઈ! રેપ પીડિતા અને તેના પરિવાર સાથે મારપીટ, Video વાયરલ

રેપ પીડિતા સાથે મારપીટ

પોલીસે ત્રણ યુવકોના નામ તો એફઆઈઆરમાં જોડી દીધા, પરંતુ એક વકીલના દીકરાનું નામ એફઆઈઆરમાંથી હટાવી દીધુ.

    હરિયાણા: રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. બળાત્કારની ઘટનાઓમાં વગદાર આરોપીના મામલામાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પોલીસ પીડિતાને ન્યાય અપાવવાને બદલે પરેશાન કરવાનું કામ કરી રહી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. બીજી તરફ, આ કારણે અનેક યુવતીઓએ જીવ ખોવો પડ્યો છે, અને કેટલીક યુવતી ડરના ઓછાયા હેઠળ જીવી રહી છે. તાજો મામલો બહાદુરગઢના લાઈનપારનો છે. જે યુવક પર પીડિતા બળાત્કારનો આરોપ લગાવી રહી છે, તેણે જ પોતાના પરિવારના સભ્યો સાથે મળી પીડિતા અને તેના પરિવાર સાથે મારપીટ કરી છે. મારપીટનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી પીડિત યુવતી, તેની મા અને પિતાની પીટાઈ લોકો કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, પીડિતાએ ઓગસ્ટ મહિનામાં 4 યુવકો વિરુદ્ધ બળાત્કાર, બ્લેકમેલિંગ અને મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ યુવકોના નામ તો એફઆઈઆરમાં જોડી દીધા, પરંતુ એક વકીલના દીકરાનું નામ એફઆઈઆરમાંથી હટાવી દીધુ. ત્યારબાદ પીડિતા અનેક વખત પોલીસ અધિકારીઓને મળી વકીલના દીકરાનું નામ પણ એફઆઈઆરમાં સામેલ કરાવવા માટે ગઈ હતી. પીડિતાની માનો આરોપ છે કે, આરોપી તેમને સમાધાન કરાવવાનું દબાણ કરી રહ્યા છે, અને મારી નાકવાની ધમકી આપી રહ્યા છે. આ દરમિયાન તેમમે ઝગડો કર્યો અને મારપીટ શરૂ કરી દીધી.

    પત્નીએ પ્રેમી ભત્રિજા સાથે મળી કરી પતિની હત્યા, રાત્રે સાથે સુઈ ગઈ, ચોંકાવનારા ખુલાસા

    પત્નીએ પ્રેમી ભત્રિજા સાથે મળી કરી પતિની હત્યા, રાત્રે સાથે સુઈ ગઈ, ચોંકાવનારા ખુલાસા

    પોલીસ પર પણ લાગ્યા આરોપ

    પોલીસ તપાસ અધિકારી પર આ મામલે કાર્યવાહી ન કરવાનો આરોપ લાગ્યો છે. પીડિતાનું કહેવું છે કે, પોલીસે એફઆઈઆર નોંધવા દરમિયાન તેમની વાત સાંભળી નહીં. મારપીટ થયા બાદ પણ તેમને સાંભળવામાં નથી આવી રહ્યા. મહિલા હેલ્પલાઈન અને 100 નંબર પર પણ ફોન કર્યો પરંતુ કોઈ મદદ ન મળી, ત્યારબાદ તે ખુદ હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યા.

    પોલીસે શું કહ્યું

    લાઈનપાર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મબીરનું કહેવું છે કે, સૂચના મળતા જ પોલીસ પીડિતાનું નિવેદન લેવા માટે કર્મચારીને મોકલ્યો હતો અને તેના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં મામલો મારપીટનો છે. મારપીટ પમ તેની સાથે જે પીડિતા છે, અને સલંગ આરપીઓની ધમકીઓ વચ્ચે જીવી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rape victim

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन