યુવક માર સહન ન કરતા નીચે પડી જાય છે. તો તેને વાળ પકડી પાછો ઉભો કરી મારમારવામાં આવે છે. યુવતીને પણ એટલો મારમારવામાં આવે છે કે, તેના કપડા પણ ફાટી જાય છે.
વિરેન્દ્ર સિંહ, ઝાબુઆ: ઝાબુઆમાં એક યુવક-યુવતીને નિર્દયતાથી ઢોર મારમાર્યો હોવાનો નીડિયો વાયરલ થયો છે. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું અનુમાન છે અને પ્રેમી-પ્રેમિકા લાગી રહ્યા છે. બંનેને કેટલાક યુવકો ઘેરી લાકડી-ધોકાથી ઢોર મારમારી રહ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હાલમાં વીડિયોમાં દેખાતા યુવક-યુવતી ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે.
ઝાબુઆનો એક વીડિયો સામે આવ્યો છે. જે ટૂંક જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. તેમાં યુવક-યુવતીને લોકો મારમારી રહ્યા છે. આ યુવકો અક યુવક અને યુવતીને નિર્દયાથી માર મારી રહ્યા છે.
આરોપીઓએ આ બંનેને ઘેરી લીધા છે, અને મનફાવે મારમારી રહ્યા છે. કોઈ તેમને લાફા મારે છે તો કોઈ લાકડી વરસાવી રહ્યા છે. યુવક નીચે પડી જાય છે. તો તેને વાળ પકડી પાછો ઉભો કરી મારમારવામાં આવે છે. યુવતીને પણ એટલો મારમારવામાં આવે છે કે, તેના કપડા પણ ફાટી જાય છે. આટલો ઢોરમાર માર્યા બાદ પણ આરોપીઓ રોકાતા નથી.
આરોપીઓ પૂરી ઘટનાનો મોબાઈલમાં વીડિયો બનાવતા રહ્યા. તેમાં સ્પષ્ટ દેખાય છે કે, આ લોકો કોઈ ગાડીમાંથી ઉતરે છે, અને શહેરની બહાર રસ્તા વચ્ચે મારમારવામાં આવી રહ્યો છે.
આરોપીઓએ યુવક-યુવતીને ઢોર મારમાર્યા બાદ ગાડીમાં બેસાડી દે છે. ત્યારબાદ તેમને ક્યાં લઈ જવામાં આવ્યા તેની માહિતી નથી. જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે સામે આવ્યું કે, આ ઘટના ઝાબુઆના દુધી ગામની છે. આ વિસ્તાર કાલીદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.
4 આરોપીઓની ધરપકડ
જ્યારે વીડિયો વાયરલ થયો તો, યુવતીના પિતા સુધી પહોંચ્યો. પિતાએ તુરંત કાલીદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે હાલમાં વીડિયોના આધાર પર આઈપીસી કલમ 294, 506, 34 અંતર્ગત મામલો નોંધ્યો છે. હાલમાં 4ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને શોધવામાં આવી રહ્યા છે.
પોલીસ અનુસાર, મારપીટ કરનાર યુવકો યુવતી સગાસંબંધી છે. સૂત્રોનું માનીએ તો, આ મામલો પ્રેમ પ્રસંગનો હોઈ શકે છે. હાલમાં યુવક-યુવતી ગુમ છે. પોલીસ બંનેને શોધી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર