Home /News /national-international /આવા બોસ હોય તો દિવાળી સુધરી જાય! દિવાળી પર કર્મચારીઓને લાખોની કાર અને બાઈક ગિફ્ટમાં આપી

આવા બોસ હોય તો દિવાળી સુધરી જાય! દિવાળી પર કર્મચારીઓને લાખોની કાર અને બાઈક ગિફ્ટમાં આપી

સ્ટાફને ગિફ્ટમાં આપી કાર અને બાઈક

Chennai: દિવાળીના તહેવારમાં બોનસ અને ગિફ્ટ આપવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. ચેન્નઈના જ્વેલરી શોપના એક માલિકે પોતાના સ્ટાફને દિવાળી ગિફ્ટ તરીકે કાર અને બાઈક આપી છે. જ્વેલરી શોપના માલિક જયંતિ લાલે પોતાના સ્ટાફને આપેલી ગિફ્ટથી બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.જયંતિ લાલે પોતાના સ્ટાફને 10 કાર અને 20 બાઈક ગિફ્ટમાં આપી છે.

વધુ જુઓ ...
    દિવાળીના તહેવારમાં બોનસ અને ગિફ્ટ આપવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. ચેન્નઈના જ્વેલરી શોપના એક માલિકે પોતાના સ્ટાફને દિવાળી ગિફ્ટ તરીકે કાર અને બાઈક આપી છે. જ્વેલરી શોપના માલિક જયંતિ લાલે પોતાના સ્ટાફને આપેલી ગિફ્ટથી બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.જયંતિ લાલે પોતાના સ્ટાફને 10 કાર અને 20 બાઈક ગિફ્ટમાં આપી છે. આવી ગિફ્ટ મેળવી ઘણા કર્મચારીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

    પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ આપી


    દિવાળી ગિફ્ટ તરીકે પોતાના કર્મચારીઓને બાઈક અને કાર આપનાર જયંતી લાલે કહ્યું, સ્ટાફે મારા ઉતાર-ચઢાવમાં સાથ આપ્યો છે. આ ગિફ્ટ તેમને પ્રોત્સાહિત કરવા માટે આપી છે. અમે દિવાળી ગિફ્ટ તરીકે 10 લોકોને કાર અને 20 લોકોને બાઈક આપી છે.

    Chennai, Tamil Nadu | A jewellery shop owner gifted cars and bikes to his staff as Diwali gifts



    આ પણ વાંચોઃ Delhi excise policy: પૂછપરછ માટે CBI ઓફિસ સમક્ષ હાજર થયા મનીષ સિસોદિયા, ભાજપે કહ્યું-આ ‘જશ્ન-એ-ભ્રષ્ટાચાર’

    પરિવારની જેમ છે કર્મચારીઓ પણ


    જયંતી લાલે કહ્યું, મારા સ્ટાફે પરિવારની જેમ કામ કર્યું છે. તેઓ માત્ર મારા કર્મચારી નથી, પરંતુ મારો પરિવાર છે. ત્યારે તેમને આ પ્રકારની ગિફ્ટ આપીને હું તેમની સાથે પરિવાર જેવો વ્યવહાર કરવા માગુ છું. તેમને કહ્યું કે દરેક માલિકને પોતાના કર્મચારીઓ પર ગર્વ હોવો જોઈએ. જયંતી લાલે જ્યારે પોતાના કર્મચારીઓને આ ગિફ્ટ આપી તો કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કેટલાકની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

    જયંતી લાલે આગળ જણાવ્યું કે, દરેક માલિકે પોતાના સ્ટાફને ગિફ્ટ આપીને તેમનું સન્માન કરવું જોઈએ. દિવાળીનો તહેવાર આ વખતે 24 ઓક્ટોબરે છે. દિવાળીના પ્રસંગે દરેક કંપનીઓ પોતાના કર્મચારીઓને ગિફ્ટ અથવા બોનસ આપે છે. એક કંપનીએ પોતાના કર્મચારીઓને અનોખી દિવાળી ગિફ્ટ આપી છે.

    10 દિવસનું દિવાળી વેકેશન


    બિઝનેટ ટુડેના અનુસાર, ન્યૂયોર્ક સ્થિત ઓફિસ સ્પેસ પ્રોવાઈડર WeWorkએપોતાના ભારતીય કર્મચારીઓને દિવાળીની અનોખી ગિફ્ટ આપી છે. કંપનીએ ફેસ્ટિવ સિઝનમાં કર્મચારીઓને એક લાંબો બ્રેક આપવાની જાહેરાત કરી છે. તેના અંતર્ગત કહેવામાં આવ્યું છે કે, કર્મચારી પોતાના કામને સ્વિચ ઓફ કરી પોતાના પરિવારની સાથે દિવાળીનો તહેવાર મનાવી શકે છે. કંપનીએ ભારતીય કર્મચારીઓને 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Diwali 2022, Diwali Gift, Tamil Nadu, ચેન્નાઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन