Home /News /national-international /

પગાર ન મળતા જેટ એરવેઝ્નાં પાયલોટો ‘માંદગી’ની રજા પર ઉતર્યા: 14 ફ્લાઇટો કેન્સલ

પગાર ન મળતા જેટ એરવેઝ્નાં પાયલોટો ‘માંદગી’ની રજા પર ઉતર્યા: 14 ફ્લાઇટો કેન્સલ

પ્રતિકાત્મક તસવીર

જેટ એરવેઝ્નાં પ્રવક્તાએ જણાવ્યું કે, મેનેજમેન્ટ પાઇલોટો સાથે સતત સંવાદ કરી રહ્યું છે અને તેમને સ્પર્શતા મુદ્દાઓ વિશે ચર્ચા કરી રહ્યુ છે. જેમાં પગારનો મુદ્દો પણ આવી જાય છે.

    દેશની ખાનગી એરલાઇન જેટ એરવેઝ્નાં પાયલોટોને પગાર ન મળતા માંદગીનું બહાનું કાઢી રજા પર ઉતરી જતા 14 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી અને મુસાફરો રઝળી પડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જેટ એરવેઝ્નાં પાઇલોટો પગાર મામલે મેનેજમેન્ટ સામે લડી રહ્યા છે.

    જેટ એરવેઝ્ હાલ ખોટ કરી રહી છે અને કર્મચારીઓનાં પગાર કરી શકતી નથી.
    જો કે, જેટ એરવેઝ્નાં પ્રવક્તાએ એવું કહ્યું કે, ફ્લાટ્સ કેન્સલ થવા માટે પાયલોટોનું અસહકાર નહી બીજા કારણો જવાબદાર હતા.  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, જેટ એરવેઝે તેના સ્ટાફને સપ્ટેમ્બર મહિનાનો અડધો પગાર જ ચુકવ્યો છે. વળી, ઓક્ટોબર અને નવેમ્બર મહિનાનો પગાર ચુકવ્યો જ નથી.
    સુત્રોનાં જણાવ્યા અનુસાર, પાયલોટો માંદગીનું બહાનું કાઢી રજા ઉપર જતા રહેતા 14 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. પાયલોટો મેનેજમેન્ટ સામે વિરોધ કરી રહ્યાં છે. તેમને પગાર ચુકવવામાં આવ્યો નથી. પાયલોટોએ એરલાઇનનાં ચેરમેન નરેશ ગોયલને પણ આ અંગે લખ્યું છે અને કહ્યું કે, તેઓ આ રીતે કામ કરવા માંગતા નથી.

    આ પણ વાંચો: મોદી સરકાર પરંપરા તોડશે, ચૂંટણી વર્ષમાં પણ ફૂલ બજેટ રજૂ કરશે

    જેટ એરવેઝ્નાં પ્રવક્તાએ જણાવ્યું કે, મેનેજમેન્ટ પાયલોટો સાથે સતત સંવાદ કરી રહ્યું છે અને તેમને સ્પર્શતા મુદ્દાઓ વિશે ચર્ચા કરી રહ્યુ છે. જેમાં પગારનો મુદ્દો પણ આવી જાય છે.

    જે ફ્લાઇટ્સ કેન્સલ થઇ છે તે ફ્લાઇટ્સનાં પ્રવાસીઓને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે અથવા તો તેમને પૈસા પાછા આપી દેવામાં આવ્યા છે.
    કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીને તેના તમામ કર્મચારીઓ તરફથી પુરો સહકાર મળી રહ્યો છે અને મેનેજમેન્ટને ટેકો આપી રહ્યા છે. જેટ એરવેઝ્ તેને કર્મચારીઓને લગતા તમામ પ્રશ્નો ઉકેલવા માટે કટીબદ્ધ છે”.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Flights, Management, Pilots, Salary, જેટ એરવેઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन