Home /News /national-international /

Aviation: જેટ એરવેઝ ફરીથી શરૂ કરશે કોમર્શિયલ ફ્લાઈટ, DGCAએ આપ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ

Aviation: જેટ એરવેઝ ફરીથી શરૂ કરશે કોમર્શિયલ ફ્લાઈટ, DGCAએ આપ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ

જેટ એરવેઝ ફરીથી શરૂ કરશે કોમર્શિયલ ફ્લાઈટ, DGCAએ આપ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ

Jet Airways to resume commercial flights: એર ઓપરેટર પ્રમાણપત્ર ફરી મળી જવાથી જેટ એરવેઝ ભારતમાં કોમર્શિયલ કામગીરી ફરી શરૂ કરી શકે છે. આ નોંધપાત્ર માઈલસ્ટોન કમબેક માટે પણ માર્ગ મોકળો કરે છે. આઇકોનિક એરલાઇન ફ્રેશ ફંડિંગ, બદલાયેલ માલિકી અને નવા સંચાલન સાથે નવા અવતારમાં હવે જોવા મળશે.

વધુ જુઓ ...
  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (The Directorate General of Civil Aviation (DGCA) દ્વારા જેટ એરવેઝ (Jet Airways) ને એર ઓપરેટર પ્રમાણપત્ર (air operator certificate AOC) આપવામાં આવ્યું છે. આ જાહેરાત DGCAના વડાએ કરી હતી. આ પ્રમાણપત્ર મળતા એરલાઈનને કોમર્શિયલ ફ્લાઈટ કામગીરી ફરી શરૂ કરી શકે છે. એરલાઇન્સે 15 મે અને 17 મેના રોજ બે સાબિત ફ્લાઇટ્સનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત જેટ એરવેઝે AOC મેળવવા 5 મેના રોજ હૈદરાબાદથી તેની ટેસ્ટ ફ્લાઈટ કરી હતી.

  અગાઉ એરલાઇનના જાલાન-કાલરોક કન્સોર્ટિયમે કહ્યું હતું કે, જેટ એરવેઝે તેની તમામ ફ્લાઇટ્સ સફળતાપૂર્વક ચલાવી છે અને હવે તે AOC ની ગ્રાન્ટની રાહ જોઈ રહ્યું છે.

  આ પણ વાંચો: Road Rage Case: સિદ્ધુએ સરન્ડર કરવા માટે માંગ્યો થોડા અઠવાડિયાનો સમય, સુપ્રીમે ઝડપી સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર

  એર ઓપરેટર પ્રમાણપત્ર ફરી મળી જવાથી જેટ એરવેઝ ભારતમાં કોમર્શિયલ કામગીરી ફરી શરૂ કરી શકે છે. આ નોંધપાત્ર માઈલસ્ટોન કમબેક માટે પણ માર્ગ મોકળો કરે છે. આઇકોનિક એરલાઇન ફ્રેશ ફંડિંગ, બદલાયેલ માલિકી અને નવા સંચાલન સાથે નવા અવતારમાં હવે જોવા મળશે.

  એરલાઈને એ પણ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ આ વર્ષના આગામી ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2022)માં કોમર્શિયલ કામગીરી ફરી શરૂ કરવા માગે છે.

  એરક્રાફ્ટ અને ફ્લીટ પ્લાન, નેટવર્ક, પ્રોડક્ટ અને ગ્રાહક મૂલ્ય દરખાસ્ત, લોયલ્ટી પ્રોગ્રામ અને અન્ય વિગતો આગામી અઠવાડિયામાં તબક્કાવાર રીતે જાહેર કરવામાં આવશે. વધુમાં એડિશનલ સિનિયર મેનેજમેન્ટ અપોઈન્ટમેન્ટ સહિતની જાણકારી આવતા અઠવાડિયે લોકો સમક્ષ મુકાશે અને ઓપરેશનલ ભૂમિકાઓ માટે ભાડે આપવાનું પણ હવે ઉત્સાહપૂર્વક શરૂ થશે, જ્યાં શક્ય હોય ત્યાં જેટ એરવેઝના ભૂતપૂર્વ સ્ટાફને પ્રાધાન્ય મળશે.

  સફળતા અંગે ટિપ્પણી કરતાં જાલાન-કાલરોક કન્સોર્ટિયમના લીડ મેમ્બર મુરારી લાલ જાલાને જણાવ્યું હતું કે, આજનો દિવસ માત્ર જેટ એરવેઝ માટે જ નહીં, પરંતુ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ માટે પણ નવી સવારનો દિવસ છે. અમે હવે ભારતની સૌથી પ્રિય એરલાઇનને આકાશમાં પાછી લાવીને ઇતિહાસ રચવાની આરે છીએ. અમે બ્રાન્ડ જેટ એરવેઝની મોટી અપેક્ષાઓ પર ખરા ઉતરીશું સાથે આજના સમજદાર ફ્લાયર્સ માટે ઘણી બધી રીતે તેનાથી આગળ વધીશું.

  અમે ભારતીય ઉડ્ડયન અને ભારતીય વ્યવસાયમાં આને અસાધારણ સફળતાની ગાથા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. એરલાઇનને પુનઃજીવિત કરવાના અમારા પ્રયાસોના દરેક પગલામાં અમને ટેકો આપવા બદલ અમે NCLT, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCAના આભારી છીએ.

  આ પણ વાંચો: BJP National Executive meet : ભારતમાં જનતાને ભાજપ પ્રત્યે વિશેષ લગાવ છે - PM Modi

  ઉલ્લેખનિય છે કે, એરલાઇન આ પહેલા નરેશ ગોયલની માલિકીની હતી અને તેની છેલ્લી ફ્લાઇટ 17 એપ્રિલ, 2019ના રોજ ઉડાવી હતી. જાલાન-કાલરોક કન્સોર્ટિયમ હાલમાં જેટ એરવેઝના પ્રમોટર છે. એરલાઈન આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરૂ કરવાની યોજના ધરાવે છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन