Home /News /national-international /

જેટ એરવેઝના વિમાનનું એન્જિન હવામાં જ થયું ફેલ, ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ

જેટ એરવેઝના વિમાનનું એન્જિન હવામાં જ થયું ફેલ, ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ

હેદરાબાદથી ચંડીગઢ જઇ રહેલા જેટ એરવેઝના વિમાનનું એન્જિન ખરાબ થઇ જતા ઇન્દોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

હેદરાબાદથી ચંડીગઢ જઇ રહેલા જેટ એરવેઝના વિમાનનું એન્જિન ખરાબ થઇ જતા ઇન્દોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

    હેદરાબાદથી ચંડીગઢ જઇ રહેલા જેટ એરવેઝના વિમાનનું એન્જિન ખરાબ થઇ જતા ઇન્દોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં ક્રૂ મેંબર્સ સહિત 104 લોકો સવાર હતા, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. હાલ વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષીત છે.

    જાણકારી પ્રમાણે હેદરાબાદથી ચંડીગઢ જઇ રહેલા જેટ એરવેજનું 9 ડબલ્યૂ 955 વિમાનનું એક એન્જિન ઇન્દોર પહેલા જ ફેલ થઇ ગયું હતું. પાયલટે તાત્કાલિક ઇન્દોર એરપોર્ટ સાથેનો સંપર્ક કરી ફ્લાઇટનું સુરક્ષીત લેન્ડિંગ કરાવ્યું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ઇન્દોર એરપોર્ટ પર વિમાનમાં સવાર તમામ 104 મુસાફરો અને ક્રૂ મેમ્બરને સુરક્ષીત ઉતારી લેવામાં આવ્યા હતા.

    એરપોર્ટ પર સુરક્ષીત ઉતરણ કરાવ્યા બાદ જેટ એરવેઝ દ્વારા તમામ મુસાફરો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ વિમાનમાં તમામ મુસાફરોને ચંડીગઢ માટે મોકલવામાં આવ્યા હતા. વિમાનનું એન્જિન કેમ ફેલ થયું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ બાદ જ પાયલટને ટેક્નિકલ ખરાબીનો અંદાજ આવી ગયો હતો. આથી સમયસૂચકતા વાપરી વિમાનનું સુરક્ષીત લેન્ડિંગ કરાવ્યું હતું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Emergency landing

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन