પાયલટે PMને લખ્યો ભાવુક પત્ર, કહ્યું- 20 હજાર લોકોનો રોજગાર બચાવી લો

News18 Gujarati
Updated: April 15, 2019, 5:40 PM IST
પાયલટે PMને લખ્યો ભાવુક પત્ર, કહ્યું- 20 હજાર લોકોનો રોજગાર બચાવી લો

  • Share this:
દેવાના સંકટનો સામનો કરી રહેલી 26 વર્ષ જૂની જેટ એરવેઝના પાયલટે એસબીઆઈને 1500 કરોડ રૂપિયાના ફન્ડિંગ માટે અપીલ કરી છે. 25 માર્ચે સ્ટેટ બેન્કે ઓફ ઈન્ડિયાએ વાયદો કર્યો હતો કે જેટ એરવેઝને દેવામાંથી બહાર લાવવા માટે તે 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જોકે એરલાઈન્સને બેન્ક કયારે અને કેટલા પૈસા આપશે તે આજે થનારી કન્સોર્શિયમની બેઠક બાદ જ ખબર પડશે. ગત શુક્રવારે પણ એરલાઈન્સના મેનેજમેન્ટ અને એસબીઆઈની વચ્ચે એક બેઠક થઈ હતી. જેમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

નેશનલ એવિએટર ગિલ્ડના ઉપાધ્યક્ષ અદીમ વાલિયાનીએ જણાવ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે એરલાઈન્સમાં 20 હજાર લોકોને રોજગાર મળે છે. તેને બચાવી લેવામાં આવે.

અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપનો તે મુકાબલો, જે ભારત માટે રાષ્ટ્રીય શરમનો બની ગયો હતો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝની હાલત સતત ખરાબ થઈ રહી છે. કંપનીનું હાલ એક બોઈંગ 737 અને 5 એટીઆર વિમાન જ કાર્યરત છે. ગત વર્ષે નવેમ્બર સુધીમાં કંપનીની પાસે 124 વિમાન હતા. તેને ઉડાન માટે લગભગ 1500 પાયલટની જરૂર હોય છે.

કન્સોર્શિયમની બેઠક બાદ ખ્યાલ આવશે કે એરવેઝના શેર ખરીદવા માટે કેટલા રોકાણકારોએ એક્સપ્રેશન ઓફ ઈન્ટરસ્ટ દર્શાવ્યો છે. નક્કી નિયમો મુજબ, યોગ્ય બિડર્સ 30 એપ્રિલ સુધી જ બિડિંગ દાખલ કરી શકે છે. રોકાણકારોનું વલણ પણ કંપનીનું ભવિષ્ય નક્કી કરશે.
First published: April 15, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading