નવી દિલ્હી : Jet Airwaysના CEO સંજીવ કપૂરને સોશિયલ મીડિયા યુઝર્સના રોષનો સામનો કરવો પડ્યો હતો. તેમણે દુબઈના મેટ્રો સ્ટેશનોને ભારતના મેટ્રો સ્ટેશનો કરતા વધુ સારા ગણાવ્યા હતા. કપૂરનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હવે લોકોએ તેમને નિશાન બનાવીને અરીસો બતાવ્યો છે.
તેણે ટ્વિટ કરીને, દુબઈની સરખામણીમાં ભારતીય મેટ્રો સ્ટેશનોની આર્કિટેક્ચર અને ડિઝાઈન ખૂબ જ ખરાબ છે. તેણે ભારતીય મેટ્રો સ્ટેશનોને 'આર્ટલેસ' ગણાવ્યા હતા. સંજીવ કપૂરે દુબઈ અને બેંગલુરુ મેટ્રો સ્ટેશનના ફોટા શેર કર્યા અને ટ્વિટર પર લખ્યું, 'બેંગલુરુ, ગુડગાંવ, કોલકાતા... આપણા ઓવરગ્રાઉન્ડ/ઓવરહેડ મેટ્રો સ્ટેશનો આવા કલા વિનાના કેમ છે? શા માટે દેખાવમાં તે સારા નથી. તેમણે કહ્યું હતુ કે, આ દુબઈ મેટ્રો સ્ટેશન કદાચ 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર
સંજીવ કપૂરના આ ટ્વીટથી ઘણા ટ્વિટર યુઝર્સ નારાજ થયા હતા. ઘણા ટ્વિટર યુઝર્સને આ ટ્વીટ પસંદ નથી આવ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ ગુસ્સે થયા હતા અને કમેન્ટ્સનું ઘોડાપુર આવ્યુ હતુ. જોકે, આ બાબતે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની વાત સાબિત કરવા માટે દેશભરના ઘણા સારા મેટ્રો સ્ટેશનોની સુંદર તસવીરો પણ શેર કરી હતી. જોકે, હોબાળો વધારે થતા સંજીવ કપૂરે આ ટ્વિટ ડિલીટ કરી દીધુ હતુ.
ઇન્ટરનેટ પર એક યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો.જેમાં યુઝર્સે જણાવ્યું હતુ, "ટ્રાન્સિટ સુંદર હોવું જરૂરી નથી. જો તમે શહેરીકરણ અને શહેર આયોજન વિશે વધુ વાંચ્યું હોય, તો તમે ફરી ક્યારેય દુબઈની કદર કરશો નહીં. અન્ય એક યુઝરે લખ્યું કે, જો તમે ભારતનું પ્રાચીન આર્કિટેક્ચર જોયું હોત તમને વધારે ભારતના આર્કિટેક્ટનું મહત્વ સમજાતુ. ત્યારે ભારત પાસે પૂરતા સંસાધનો ન હતા છતાંય અહિયાનું આર્કિટેક્ટ સમગ્ર વિશ્વમાં વખણાય છે.
વ્હાઇટફિલ્ડ-કેઆર પુરમ મેટ્રો રૂટનું ઉદ્ઘાટન થશે
જેટ એરવેઝના CEOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બેંગલુરુ મેટ્રોમાં વ્હાઇટફિલ્ડ-કેઆર પુરમ મેટ્રો રૂટ (પર્પલ લાઇન)નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 માર્ચે આ માર્ગનું ઉદ્ઘાટન કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર