Home /News /national-international /

દિલ્હી એરપોર્ટ પરથી નાણાની હેરફેરના કેસમાં 25 વર્ષની એર હોસ્ટેસની ધરપકડ

દિલ્હી એરપોર્ટ પરથી નાણાની હેરફેરના કેસમાં 25 વર્ષની એર હોસ્ટેસની ધરપકડ

એર હોસ્ટેસે એલ્યુમિનિયમ ફોઇલમાં નોટો છૂપાવીને રાખી હતી

એર હોસ્ટેસ પર હવાલા મારફતે વિદેશમાં નાણા મોકલવાનો આક્ષેપ છે.

નવી દિલ્હીઃ સોમવારે દિલ્હી એરપોર્ટ પરથી એક એર હોસ્ટેસની ધરપકડ કરવામાં આવી છે. આ એર હોસ્ટેસ પાસેથી રૂપિયા 3.21 કરોડની કિંમતના ડોલર જપ્ત કરવામાં આવ્યા છે.

જેટ એરવેઝની 25 વર્ષની એર હોસ્ટેસની ધરપકડ ડીઆરઆઈએ કરી હતી. એર હોસ્ટેસ પર હવાલા મારફતે વિદેશમાં નાણા મોકલવાનો આક્ષેપ છે.

એર હોસ્ટેસ છેલ્લા 2 મહિનાથી હવાલાથી રૂપિયા વિદેશ મોકલતી હતી. આ માટે તેને 50 ટકા જેટલું કમિશન મળતું હતું. એર હોસ્ટેસને દિલ્હી-હોંગકોંગની ફ્લાઈટમાંથી ધરપકડ કરવામાં આવી છે.

એર હોસ્ટેસની ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. એર હોસ્ટેસે એલ્યુમિનિયમની ફોઇલમાં કરન્સી નોટ્સ છૂપાવીને રાખી હતી. એર હોસ્ટેસને પૈસા આપનાર લોકોને ત્યાં દરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે.
First published:

Tags: એર હોસ્ટેસ

આગામી સમાચાર