Home /News /national-international /

ગોવાના બીચ પર જેલીફિશનો આતંક, બે દિવસમાં 90 વધુ લોકોને બનાવ્યા ડંખના શિકાર

ગોવાના બીચ પર જેલીફિશનો આતંક, બે દિવસમાં 90 વધુ લોકોને બનાવ્યા ડંખના શિકાર

જેલીફિશ

ગોવા સરકારે તરફથી તેનાત કરવામાં આવેલા ખાનગી લાઇફગાર્ડ એજન્સી દ્રષ્ટિ મરીને ગુરુવારે એક એડવાઇઝરીમાં બીચ પર આવતા લોકોને વધુમાં વધુ સાવધાન રહેવાનું કહ્યું છે.

    ગોવાના બીચ પર હાલ કોરોના કાળમાં અનેક લોકો રજા માણવા માટે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ પર્યટકા પર જેલીફિશ ડંખ (Goa, Jellyfish sting) એક મોટો ખતરો બનીને સામે આવ્યો છે. ખાસ વાત તો એ છે કે ગત બે દિવસોમાં ગોવાના અનેક બીચ પર જેલીફિશના ડંખની 90 ઘટનાઓ સામે આવી છે. સ્થિતિ એટલી વણસી છે કે રાજ્યની લાઇફગાર્ડ એજન્સીએ આ મામલે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં લોકોને બીચ પર જતી વખતે વધુમાં વધુ સાવચેત રહેવાનું જણાવ્યું છે.

    ગોવા સરકાર તરફથી તૈનાત કરવામાં આવેલ ખાનગી લાઇફગાર્ડ એજન્સી મરીને ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં પર્યટકો અને બીચ પર જતા લોકોને સર્ફિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું જણાવ્યું છે. ખાસ કરીને બીચ એરિયામાં લોકોને અતિરિક્ત સાવધાન રહેવાનું કહ્યું છે. આ નિવેદનમાં કહ્યું છે કે આજે અને કાલ સુધીમાં 90થી વધુ જેલીફિશના ડંખની ઘટનાઓ બની છે. મોટાભાગની એટલે કે 65 ઘટનો ગત 48 કલાકમાં લોકપ્રિય બાગા-સિંકરિમ બીચ પર બની છે. જ્યારે 25 અન્ય કેસ ગોવાના દક્ષિણ જિલ્લામાં જોવા મળ્યા છે.
    એજન્સીની તરફ ગુરુવારે જાહેર નિવેદનમાં એક વ્યક્તિની મેડિકલ સ્થિતિનો પણ ઉલ્લેખ છે. જેમાં બાગા બિચ પર એક કેસમાં પેરાસૈલિંગ કરતા એક યુવકને જેલીફિશનો ડંખ લાગ્યા પછી તેને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. શ્વાસ લેવામાં મુશ્કેલી થતા યુવકને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. અને એમ્બ્યુલન્સની મદદથી તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

    સ્ટેટમેન્ટમાં તે પણ કહેવામાં આવ્યું કે જો જેલીફિશે તમને ડંખ માર્યો હોય તો સૌથી પહેલા નજીકની લાઇફસેવરને સૂચિક કરો કે લાઇફસેવરના ટાવર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. જ્યાં ડંખ લાગ્યો છે ત્યાં થાય તેટલું ગરમ પાણીથી તે વિસ્તારને સાફ કરો. પાણીની ગરમીથી ટોક્સિન્સ ખતમ થઇ જશે. અને માછલીએ જ્યાં ડંખ માર્યો છે ત્યાં વિનેગરનો સ્પ્રે કરો. સિરકાથી ટેંટેકલ્સમાં હોનાર નીમૈટોસિસ્ટ્સ વધુ સક્રિય થવાથી ઝેર ફેલાવતા રોકી શકાય છે.

    વધુ વાંચો : અફધાનિસ્તાન: અફઘાનિસ્તાન: કાબુલ પર છોડવામાં આવ્યા 14 રૉકેટ, 5 લોકોનાં મોત, 21થી વધારે ઘાયલ

    સ્ટેટમેન્ટ મુજબ બરફથી થેલી પણ સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે જેલીફિશના ડંખની યોગ્ય સારવાર જલ્દી મળે તો તે વધુ નુક્શાન નથી પહોંચડતી.

    પણ કેટલાક કેસમાં દુર્લભ ઝેરીલી જેલીફિશના ડંખના મેડિકલ સેવા લેવાની જરૂર પડે છે. અને જો આમાં વધુ સમય થાય તો લોકોનો જીવ પણ જઇ શકે છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Beach, ગોવા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन