રાજ્યસભાના 87 ટકા ઉમેદવારો છે કરોડપતિ, જાણો સૌથી અમીર કોણ છે?

News18 Gujarati
Updated: March 22, 2018, 9:51 AM IST
રાજ્યસભાના 87 ટકા ઉમેદવારો છે કરોડપતિ, જાણો સૌથી અમીર કોણ છે?

  • Share this:
રાજ્યસભાની આગામી ચૂંટણી લડી રહેલા 87 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જેમાં મહેન્દ્ર પ્રસાદ 4,078 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી અમીર ઉમેદવાર છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. એક પ્રકાશન અનુસાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચન પાસે 1001 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તી છે. જનતા દલ સેક્યૂલર ના બી.એમ.ફારૂક પાસે 766 કરોડ રૂપિયાથી વધારેને સંપત્તિ છે. તો કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી પાસે 649 કરોડ રૂપિયાથી વધારેને સંપત્તિ છે. જ્યારે ટીડીપીના સી.એમ. રમેશ પાસે 258 કરોડ રૂપિયાથી વધારેને સંપત્તિ છે.

પ્રકાશન અનુસાર બીજેડીના અચ્યૂતાનંદ સામન્નતાના એફિડેવિટ અનુસાર તેમની પાસે સૌથી ઓછી 4.96 લાખ રૂપિયાની સંપત્તિ છે. આ આંકાડા ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા શપથપત્રના આધાર પર છે. જણાવી દયે કે 23 માર્ચ શુક્રવારે રાજ્યસભા માટે 16 રાજ્યોમાંથી 64 ઉમેદવારો ચૂંટવામાં આવશે.

એડીઆર દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચન અનુસાર 16(25%) ઉમેદવારો વિરૂદ્ધ ક્રિમિનલ કેસ અને 8(13%) ઉમેદવારો વિરૂદ્ધ અપહરણ, હત્યા, લૂંટ અને ચોરી જેવા ગંભીર ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે.

62માંથી 63 ઉમેદવારોના ટેડા વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે ભાજપના 29માંથી 26 ઉમેદવાર, કોંગ્રેસના 11માંથી 10 ઉમેદવાર, તૃણમૂલ કોંગ્રેસના 4માંથી 3 ઉમેદવાર, તેલંગના રાષ્ટ્ર સમિતિના 3 માંથી 3 ઉમેદવાર, જનતા દલ યૂનાઇટેડના 2માંથી 2 ઉમેદવાર અને સમાજવાર્ટી પાર્ટીના જયા બચ્ચન આ તમામ ઉમેદવારો કરોડપતિ છે. આ કુલ 63 ઉમેદવારોની સરેરાસ સંપત્તિ 122.13 કરોડ આંકવામાં આવી છે.

મહેન્દ્ર સિંહને પાર્લામેન્ટ સૌથઈ અમીર માણસ માનવામાં આવે છે. જે બાદ સૌથી અમીર વ્યક્તિ માથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચન છે. જેમની પોતાની કુલ સંપત્તિ 1001 કરોડ જાહેર કરી છે.ઉમેદવારોના શિક્ષણ વિશે વાત કરીએ તો કુલ 7 ઉમેદવાર દસમા અને બારમા સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે 55 ઉમેદવાર ગ્રેજ્યુએટ અથવા તો એનાથી પણ ઉપરની ડિગ્રી ધરાવે છે. કોઈ પણ ઉમેદવાર 42 વર્ષથી ઓછી ઉમરના નથી 36 ઉમેદવારોની ઉમર 42 વર્ષથી લઈને 60 વર્ષ વચ્ચે છે. જ્યારે 25 ઉમેદવારોની ઉમર 61 વર્ષથી 80 વર્ષ વચ્ચે છે. કુલ ઉમેદવારોમાંથી 5 મહિલાઓ છે.
First published: March 22, 2018, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading