JEE, CTET અને NEET પરીક્ષા પર ‘ગ્રહણ’ની શક્યતા, આ છે કારણ

News18 Gujarati
Updated: June 22, 2020, 1:20 PM IST
JEE, CTET અને NEET પરીક્ષા પર ‘ગ્રહણ’ની શક્યતા, આ છે કારણ
આ કારણે એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તારીખો પાછળ ઠેલાઈ શકે છે

આ કારણે એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તારીખો પાછળ ઠેલાઈ શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે CBSE હાલના સમયમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ રદ કરવાને લઈ ભારે દબાણનો સામનો કરી રહ્યું છે. મૂળે, કેટલાક પેરેન્સેઃ કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસોને ધ્યાને લઈ પરીક્ષાઓ રદ કરવાની માંગ લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ત્યારબાદ કોર્ટે પણ CBSE પાસે આ મામલે જવાબ માંગ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ આ પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લઈ શકે છે. પરંતુ વાત માત્ર એટલી જ નથી, પરંતુ પરીક્ષાઓ રદ થવાની અસર એન્જિનિયરિંગ અને મેડિકલની પ્રવેશ પરીક્ષાઓ ઉપર પડવાની નક્કી છે.

CBSE બોર્ડ પરીક્ષા રદ થઈ તો પ્રવેશ પરીક્ષાઓ પાછળ ઠેલાશે

CBSE અને ICSE બોર્ડની સ્થગિત પરીક્ષાઓને લઈને ઊભી થયેલી અસમંજસની સ્થિતિ બાદ હવે CTET Exam, JEE Mains અને NEET ઉપર પણ ગ્રહણ લાગી શકે છે. આ તમામ પરીક્ષાઓ જુલાઈમાં જ યોજવામાં આવે છે. એવામાં જો 1થી 15 જુલાઈ સુધી પ્રસ્તાવિત CBSE બોર્ડની પરીક્ષાઓ રદ થઈ જાય છે તો આ પ્રવેશ પરીક્ષાઓ પાછળ ઠેલવાનું નક્કી માનવામાં આવે છે.

આ પણ વાંચો, ચીનની 3 કંપનીને મોટો આંચકો! મહારાષ્ટ્રે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક

ક્યારે કઈ પરીક્ષા?
- CTET: 5 જુલાઈ
- JEE Mains: 18થી 23 જુલાઈ
- NEET Exam: 26 જુલાઈ
- JEE Advance: 23 ઓગસ્ટ

આ પણ વાંચો, માર્ગ અકસ્માતમાં પંચ જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોનાં મોત
First published: June 22, 2020, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading