JEE Main Exam Dates: 20 જુલાઇથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે જેઈઈ મેનની પરીક્ષા, અહીં જુઓ ડિટેલ

કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી

કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી

  • Share this:
    નવી દિલ્હી : જેઈઈ મેનની પરીક્ષાની (JEE Main Exam Dates) જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે જેઈઈ મેનની ત્રીજા તબક્કાની પરીક્ષા 20 જુલાઇથી 25 જુલાઇ સુધી યોજાશે. જ્યારે ચોથા તબક્કાની પરીક્ષા 27 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી યોજાશે. કેન્દ્રીય શિક્ષા મંત્રી નિશંકે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.    નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ આ વર્ષે જેઈઈ મેન ચાર તબક્કામાં આયોજીત કરવાની જાહેરાત કરી હતી. જેમાં બે તબક્કા ફેબ્રુઆરી અને માર્ચમાં સંપન્ન થઇ ગયા છે. જ્યારે ત્રીજા અને ચોથો તબક્કો એપ્રિલ-મે માં થવાનો હતો. જોકે કોરોનાની મહામારીના કારણે પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી. કોરોનાના કારણે જેઈઈ એડવાન્સ પરીક્ષા પણ સ્થગિત કરવી પડી હતી.
    Published by:Ashish Goyal
    First published: