ઈર્ષાળુ ફિયાન્સે યુવતીની હત્યા કરી પોતે પણ કર્યો આપઘાત, આટલી નજીવી બાબતે ગયો મેડિકલ સ્ટુડન્ટનો જીવ

ઈર્ષાળુ ફિયાન્સે યુવતીની હત્યા કરી

પ્રેમ સંબંધમાં ઘણી વખત નાની વાત પણ મોટું સ્વરૂપ લઈ લે છે. જેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે. આવું જ યુરોપના moldova નામના દેશમાં બન્યું છે.

  • Share this:
    પ્રેમ સંબંધમાં ઘણી વખત નાની વાત પણ મોટું સ્વરૂપ લઈ લે છે. જેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે. આવું જ યુરોપના moldova નામના દેશમાં બન્યું છે. જ્યાં રોમેન્ટિક વેકેશન પર પ્રપોઝ કર્યાના ત્રણ અઠવાડિયા પછી યુવતીને તેના ફિયાન્સે ગોળી મારી હત્યા કરી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો.

    મૃતક યુવતીનું નામ Ana Fantaziu હતું. તે 23 વર્ષની હતી અને મેડિકલ યુનિવર્સિટીમાં ફિઝિશિયનનો અભ્યાસ કરતી હતી. Ana અને તેનો ફિયાન્સ Roman Vlasă (ઉં.વ 28) થોડા સમય પહેલા જ રોમાનીયા ખાતેથી વેકેશન માણી પરત ફર્યા હતા. વેકેશન દરમિયાન જ Anaને તેના ફિયાન્સે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંને વચ્ચે કોઈ અણબનાવ નહોતો. તેઓ લગ્ન કરવાના હતા.

    આ દરમિયાન Roman Vlasă ગત તા.12ના રોજ મોલ્ડોવા ખાતે Hîncești જિલ્લાના Fundul Galbenei ગામે રહેતા તેના સાસરિયાઓને મળવા ગયો હતા. ત્યાં કોઈ તકરાર થતા તેણે Anaને ગોળી મારી હતી. ત્યારબાદ પોતાને પણ ગોળી મારી હતી.

    કઈ બાબતે તકરાર થઈ?

    Anaના પિતાના જણાવ્યા મુજબ Anaના મિત્રોએ Vlasa ઈર્ષાળુ સ્વભાવનો કહ્યો હતો. આ બાબતે પરિવાર અને Vlasă વચ્ચે દલીલ થઈ રહી હતી. જે દરમિયાન Anaને તેના ફિયાન્સે બંદૂક બતાવી ધમકી આપતા તેના પિતા મદદ મેળવવા ગયા હતા. ત્યાં તેના પિતાને બે ગોળી ચાલવાના અવાજ સંભળાયા હતા. પોલીસને ઘટના સ્થળે Ana અને તેના ફિયાન્સના મૃતદેહ મળ્યા હતા.

    Anaના મિત્રોના જણાવ્યા મુજબ બંને વચ્ચે ખૂબ સારા સબંધ હતા પણ Vlasă ખૂબ ઈર્ષાળુ હતો. Ana ડોક્ટર બનવા માંગતી હતી. તે Chisinau ખાતેના હોસ્પિટલમાં સેવા આપતી હતી. તે સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હતી.

    આ પણ વાંચો - બનાસકાંઠા : ડોક્ટરે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ, પાછો ફોટો-વીડિયોથી બ્લેકમેઈલ પણ કરતો

    આ ઘટના બાદ Anaના મિત્રો અને કુટુંબીજનો શોક વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. ડોક્ટર બનવા માટે સપના જોનાર યુવતીને જીવ નજીવી બાબતે ચાલ્યો જતા કમકમાટી મચી જવા પામી છે.
    First published: